Food, Travel and Observations!

Yellowstone National Park – West to North

Yellowstone National Park – West to North

અમારી સફરની શરૂઆત થાય એ પહેલા યલોસ્ટોન પાર્ક વિષે:

સ્થાન: 

૧.PNG
તમે નકશામાં જોઈ શકશો અમે કેલીફોર્નીયાથી વ્યોમિંગ તરફ ગયા હતા એટલે કે મધ્ય અમેરિકામાં.

યલોસ્ટોન નેશનલ પાર્ક એ વાયોમીંગ, આઈડાહો અને મોન્ટાના ( Wyoming, Idaho, and Montana) રાજ્યમાં આવેલો છે. નીચેના ફોટામાં સરળતાથી સમજી શકાશે- જે લીલો ભાગ છે એ પાર્ક છે.

yell_location_map.gif

નામ કેવી રીતે પડ્યું? : સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આ પાર્કનું નામ નદી પરથી પડ્યું છે. વાયોમીંગની જમણી તરફ આવેલા સાઉથ ડકોટા રાજ્યમાંથી Missouri નામની નદી વહે છે તેની ઉપનદી આ પાર્કના પીળા રંગના ખડકો એટલે કે ગ્રાન્ડ કેન્યોનમાંથી પસાર થાય છે એટલે એ નદીને યલોસ્ટોન રીવર કહે છે  જે 692 માઇલ (1,114 કિમી) લાંબી છે અને આ નદીના નામ પરથી પાર્કનું નામ પડ્યું ‘યલોસ્ટોન’!

ઈતિહાસ: ઈતિહાસ ઘણો લાંબો છે પણ ટુકમાં સમજાવું તો, મૂળ અમેરિકનો ઓછામાં ઓછા 11,000 વર્ષ પહેલા યલોસ્ટોન પ્રદેશમાં રહેતા હતા એવું માનવામાં આવે છે. ત્યારબાદ ૧૮૦૦ ની સાલમાં કેટલાક મુલાકાતીઓએ ભૂઉષ્મીય(geothermal) વિસ્તાર શોધ્યો. ત્યારબાદ ઘણા સંશોધકો આવ્યા અને પાર્કને ખુંદી વળ્યા.  Ferdinand V. Hayden નામનો વકીલ આ વિસ્તારને નેશનલ પાર્ક બનાવવા માટે ખુબ જજુમ્યો અને ૧૮૭૨ની ૧ માર્ચે યલોસ્ટોન નેશનલ પાર્કની શરૂઆત થઇ.

વિશેષતા: 
યલોસ્ટોન નેશનલ પાર્ક એ અમેરિકા જ નહિ આખા વિશ્વનો સૌથી પહેલો નેશનલ પાર્ક ગણાય છે! ૧૮૭૨ ની સાલમાં શરુ કરવામાં આવેલો આ પાર્ક તેના વન્યજીવન અને તેના ઘણા ભૂઉષ્મીય વિશેષતાઓ માટે જાણીતો છે. યલોસ્ટોન નેશનલ પાર્ક 3,468.4 ચોરસ માઇલ (8,983 ચોરસ કિ.મી.) વિસ્તારનો ધરાવે છે, તેમાં તળાવો, ખીણ, નદીઓ, પર્વતમાળાઓ, વન્યજીવો, પાઈનના વૃક્ષો અને ગાયઝર નો સમાવેશ થાય છે.
દર વર્ષે પાર્કમાં કુદરતી આગ લાગે છે અને 1988 માં સૌથી ભયાનક આગ લાગવાથી લગભગ એક તૃતીયાંશ પાર્ક બળી ગયો હતો. યલોસ્ટોન દર વર્ષે હજારો ભૂકંપ અનુભવે છે, સામાન્ય રીતે લોકો તેને અનુભવી શકતા નથી. અમે જે અઠવાડિયું ત્યાં ફર્યા એ દરમિયાન ટોટલ ૪૦૦ ભૂકંપ આવ્યા હતા! 

ગાયઝર:
આ પાર્કની જમીનમાં 3 થી 7 માઇલ (5 થી 12 કિમી) ઊંડે લાવા વહે છે જેના કારણે અર્ધ- પીગળેલા પત્થરો અને ઘન પદાર્થો જમીનની એકદમ નજીકથી પસાર થાય છે જેના કારણે સપાટી પરનું પાણી ગરમ થાય અને ઉકળતું બહારની તરફ ફેકાય છે જેને ગાયઝર કહે છે. આ પાર્કમાં અત્યાર સુધી 1283 જેટલા અલગ અલગ પ્રકારના ગાયઝર શોધાયા છે.

પ્રાણી અને વનસ્પતિ:
1,700 થી વધુ ઝાડ અને અન્ય છોડની પ્રજાતિ અહી મળી આવે છે. તેમ છતાં ત્યાં સૌથી વધારે આંખને વળગી રહે એવા વૃક્ષો હતા પાઈનના (lodgepole pine)! દુરથી ડુંગરો જોઈએ તો જાણે બધાએ પાઈનની ચાદર ઓઢી હોય એમ જ લાગે. યલોસ્ટોનના ગાયઝરના ગરમ પાણીમાંથી ઢગલાબંધ બેક્ટેરિયા ઉત્ત્પન્ન થાય છે  ત્યાં ફૂલોના છોડની ડઝનેક પ્રજાતિઓ છે જે ઓળખી કાઢવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના મે અને સપ્ટેમ્બરના મહિનાની વચ્ચે ઉગે છે.

wildlife1.jpg

આ છે પાર્કમાં જોવા મળતા મુખ્ય પ્રાણીઓ અને પક્ષીઓનો ફોટો. આ ફોટો મે પાર્કના મેપમાંથી લીધો છે. અહી તમે પાર્કમાં આવો એટલે પાર્કની ફી લેવામાં આવે જે $૩૦/ગાડી હોય. એ ટીકીટ તમારે કાયમ ગાડીમાં રાખવાની અને આ ટીકીટ એક અઠવાડિયું ચાલે. તમે ટીકીટ લો એની સાથે તમને પાર્કનું છાપું, નકશો અને માહિતીનું કાગળ આપે.

હા.. તો આ પાર્કમાં  American bison, Bears, Bighorn sheep, Coyotes, Elk, Moose, Mule deer, wolf, yellow-bellied marmot, osprey, pelican, swans જોવા મળે છે. લોકો કલાકો અને દિવસો સુધી આ પ્રાણીઓને જોવા માટે બેસી રહે છે! પણ અમારા નસીબ એટલા સારા હતા કે અમે આમાંના બધાજ પ્રાણીઓ એકદમ નજીકથી જોયા!

તો હવે જઈએ અમારી સફર પર …

અમે ૧૬ મી જુને સવારે ૧૧:૩૦ એ વેસ્ટ યલોસ્ટોન એરપોર્ટ પર ઉતર્યા અને ત્યાંથી રેન્ટ કરેલી ગાડી લઈને ૧૫ મીનીટમાં પહોચ્યા વેસ્ટ એન્ટ્રન્સ પર! અને આ દિવસે અમે વેસ્ટથી નોર્થ તરફનો પાર્ક જોયો. વેસ્ટથી શરુ કરી મેડીસન, નોરીસ અને મેમોથ હોટ સ્પ્રિંગ જોઇને નોર્થ એન્ટ્રન્સ પર નીકળી અને કલાક દુર હોટલમાં રોકાયા. નીચેના નકશા પરથી તમને ખ્યાલ આવી જશે.

places2go

Optimized-YS-WtoN (1).jpg
West entranceના બોર્ડ પાસે

વેસ્ટ એન્ટ્રન્સ પરથી પાર્કમાં આવો એટલે તમારી જમણી બાજુ નદી વહેતી દેખાય એ નદીનું નામ છે મેડીસન. અમે જયારે પાર્કમાં દાખલ થયા ત્યારે વાદળછાયું વાતાવરણ હતું. અમે મેડીસન નદી પાસે ઉભા રહ્યા અને અમને દુર ઘાસમાં elk (એલ્ક) જોવા મળ્યું.

પછી આગળ જતાં રસ્તામાં અમને ધુમાડા દેખાતા હતા નજીક જઈને જોયું તો ગરમ વરાળ નીકળતું તળાવ!

Optimized-YS-WtoN (4).jpg
અમે જોયેલું પહેલું સ્પ્રિંગ

હવે તમને અમારી સફરનો થોડો ખ્યાલ આવે એટલે પાર્કના નકશાનો વેસ્ટ થી નોર્થ ભાગનો નકશો બતાવું. આ નકશો જોઇને તમે આગળ વાંચશો તો વધારે મજા આવશે.

west to north map.jpeg
વેસ્ટ થી નોર્થનો નકશો

ત્યાર પછી અમે ગીબોન (gibbon river) નદી જોઈએ અને નાનકડી હાઈક કરીને gibbon falls જોયા.

અમારી પાછળ ગીબોન ફોલ્સ અને રસ્તામાં આવેલા પાઈનના વૃક્ષ પર આવેલા ફળો 🙂
ત્યાર પછી Beryl springs જોયી. springs એટલે ગરમ પાણીનો કુંડ. જમીનની સપાટીનું ગરમ પાણી ઉપર આવે ત્યારે એને વધારે વિસ્તારમાં ફેલાવા મળે એટલે નાના સરોવર રચાય જેને springs કહે છે. જેનું તાપમાન 87 થી 89 °c રહે છે.

Optimized-YS-WtoN (9).jpg

પાણીને નીકળવા માટે જમીનથી સાંકડો ભાગ મળે ત્યારે અવાજ સાથે પાણી બહાર ફેકાય જેને ગાયઝર કહેવાય. અને જયારે પાણી સાથે જમીનના પત્થરો ઓગળીને સરોવર જેવું રચે એને mud pots કહે છે.
ત્યાંથી અમે artists’ paint point ગયા. આ જગ્યાએ નાના મોટા અલગ અલગ રંગના mud pots, geysers અને springs છે. જમીનમાં રહેલા કેમિકલના કારણે પાણી જયારે બહાર ફેકાય ત્યારે અલગ રંગો બનાવે. જેમ કે જમીનમાંથી iron oxide બહાર આવે તો લાલ રંગનું geyser બને.

Optimized-YS-WtoN (12).jpg
artists paint point ઉપરથી

ઉપરના ફોટામાં તમે જોઈ શકશો કે લાકડાની પગદંડી છે જેના પર ચાલીને નજીકથી બધા geysers જોઈ શકાય અને ઉપરથી અલગ અલગ રંગ પડે છે એ પણ જોઈ શકાય છે.

Optimized-YS-WtoN (13).jpg
આ છે mud pots! લાગેને asian paints ઢોળાઈ ગયો હોય એવું?

Optimized-YS-WtoN (27)

પછી અમે norris geyser basin ગયા. આ જગ્યાને બેસીન એટલે કહે છે કે ત્યાં અસંખ્ય geyser એક જ જગ્યાએ આવેલા છે. norris geyser basin એ પાર્કનો સૌથી ગરમ અને સૌથી વધુ એસિડિક હાઇડ્રોથર્મલ વિસ્તાર તરીકે જાણીતો છે. અમે ત્યાં પહોચીને મ્યુઝીયમમાં ગયા ત્યાં પાર્ક રેન્જરે પાર્ક વિષે મહીતી આપી અને પછી અમે હાઈક કરીને basin જોયું.

Optimized-YS-WtoN (17).jpg
માહિતી આપતા પાર્ક રેન્જર
Optimized-IMG_3935.JPG
કેટલા બધા geysers છે!

Optimized-YS-WtoN (20)

Optimized-YS-WtoN (28)
ઠંડા વરસાદમાં ગરમ geysers ની વચ્ચે 😀

geysers માંથી નીકળતા કેમિકલ્સને કારણે સડેલા ઈંડા જેવી વાસ આવે જે લેતા લેતા અમે અમારા પહેલા દિવસના છેલ્લા સ્થાને પહોચ્યા. Mammoth hot springs.
આ જગ્યાને Mammoth hot springs terraces કહે છે કારણ કે પહાડમાંથી નીકળતા કેલ્શિયમ કાર્બોનેટ અને અલગ અલગ બેક્ટેરિયાના કારણે સફેદ અને પીળા રંગના બની ગયા છે અને ઉપરથી સપાટ, પગથીયા આકારના પહાડો કોતરાઈ ગયા છે એટલે એને ટેરેસ કહે છે. એક પહાડ પાસે ગાડી પાર્ક કરી હાઈક કરતા કરતા ​Main terrace, Grassy springs, Cannary springs ને જોવાની મજા પડી.

Optimized-YS-WtoN (21)

Optimized-YS-WtoN (22).jpg
પાણીના ધોધ જેવું લાગે, પણ કાળા પથ્થરના પહાડ પર કેમિકલના geyserના કારણે બનતા પગથિયા છે
Optimized-YS-WtoN (24).jpg
Mound spring – ઉપરથી એકદમ સપાટ અને પીળા રંગના પગથીયા એ પણ કાળા પહાડમાંથી … છેને અદ્ભુત?
Optimized-YS-WtoN (23).jpg
main terrace પાસે

સાંજ પડતા અમે historic fort કરીને એક જગ્યા છે જ્યાં પહેલા સૈનિકો રહેતા હતા ત્યાં સામાન્ય લોજ અને હોટેલો છે, ત્યાં ચિપ્સ ખાઈને નોર્થ એન્ટ્રન્સથી બહાર નીકળી ૧ કલાક દુર ​લિવિંગસ્ટન નામના નાના ગામમાં અમારી મોટેલે પહોચ્યા.Leave a Reply