Food, Travel and Observations!

Madhubani Painting Workshop

Madhubani Painting Workshop

Madhubani (2)

મને પહેલેથી ભારતના આદિજાતિ(tribal) ચિત્રો ખુબ આકર્ષે. આ ચિત્રોની શ્રુંખલામાં મને ખાસ ગમતું વારલી આર્ટ. જેના વિષે મે અગાઉ લખેલું પણ છે અને એ ચિત્રકામ કર્યું પણ છે. મને દરેક પ્રાંતના ચિત્રો વિષે બહુ ખાસ જાણકારી નથી પણ કાયમથી શીખવાનો ઉમળકો ખુબ જ રહે. એક વખત ફેસબુક પર મધુબની ચિત્રો જોયા. સાન્તા ક્લારામાં એક પ્રકૃતિ નામમાં બહેન છે. જે ભારતના આ બધા આદિજાતિ ચિત્રો શીખવાડે છે. મે ફોટા જોયા અને પછી એમનો સંપર્ક કર્યો અને બધી માહિતી મેળવી.
મારું વેકેશન હમણાં જ પત્યું અને મે એમના વર્કશોપ વિષે વાચ્યું. બિંગો! કામ થઇ ગયું. એમને મેસેજ કર્યો અને એમને મને બધી માહીતી આપી અને મે paypal થી પૈસા ચૂકવ્યા અને ૨૭-જુન-૨૦૧૭ સવારે ૧૦:૩૦ એ એમના ઘરે પહોચી.
આમ જોવા જઈએ તો અત્યારે ઇન્ટરનેટ પર ઢગલાબંધ ચિત્રો મળી જ રહે જેનાથી હું શીખી શકું પણ મને આવા કોઈ જાણકાર વ્યક્તિ પાસેથી એક વખત અનુભવ લેવો ગમે. પ્રગતિબેને અમદાવાદ NID (નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાઈન)માંથી આર્કીટેકચરની પદવી મેળવેલી છે. અને પોતાના ઘરે પોતાની આર્ટ ગેલેરી ચલાવે છે, એમના miniature indian contemporary paintings ૧૦૦૦ $ માં વેચાય છે! એમના આર્ટ સ્ટુડિયોમાં જ અમારો વર્કશોપ હતો. ચારે બાજુ રંગીન ચિત્રો! એમ લાગે કે જાણે રંગોની દુનિયામાં ડૂબકી લગાવી હોય! અમે ત્યાં પહોચ્યા. ૪ જણા હતા અને પ્રગતિબેન. અમારે ૨ અલગ અલગ ચિત્રોમાંથી એક ની પસંદગી કરવાની હતી. પછી ભારતીય, હાથથી બનાવેલા કાગળ ઉપર અમારે પહેલા પેન્સિલથી મોટું ચિત્ર દોરી પછી રંગ પુરવાના હતા.

જે કાગળ અમે વાપર્યો એને આહાર કાગળ કહે છે, આ કાગળની વિશેષતા એ છે કે એક તરફ એકદમ લીસ્સો હોય જેથી તમે સરળતાથી રંગો પૂરી શકો. આ કાગળનો ઉપયોગ આરબ દેશોમાં કેલીગ્રાફી માટે થાય છે. અમે પહેલા પેન્સિલથી અને પછી માર્કર વડે ચિત્ર દોર્યું અને પછી એમાં એક્રેલિક ઇન્ક રંગો પૂર્યા. ઇન્ક રંગો એકદમ સરળતાથી પુરાઈ જાય એટલે પ્રગતિબેન એ પસંદ કરેલા. પરંપરાગત રીતે તો વનસ્પતિ/પ્રકૃતિ(ફળ, પાન, વગેરે) ના રંગો વાપરવામાં આવે છે અને આ કુદરતી રંગો ઇન્ક રંગો સાથે ઘણી સામ્યતા ધરાવે છે.

અમે જે ચિત્ર પસંદ કર્યું હતું એ હતું “Tree of Life”. ભારતીય કળા ક્ષેત્રમાં “Tree of Life” ને ખુબ મહત્વ અપાયું છે.  “Tree of Life” ને પૌરાણિક પ્રતીક તરીકે દર્શાવેલું છે જેમાં જીવનના તમામ પાસાઓ સમજાવી શકાય છે. તમે મારા ચિત્રમાં જોઈ શકશો (સૂર્ય, ચંદ્ર, તારા, વૃક્ષ, પક્ષીઓ, પાન, ફૂલ અને વૃક્ષ પર બધાનો વિકાસ 🙂 )

અમને ચિત્ર દોરતાં ૨ કલાક ક્યાં જતા રહ્યા કઈ ખબર જ ના પડી! જાત જાતની વાતો કરતા મને નવી કળા વિષે જાણકારી મળી એનો ખુબ આનંદ થયો. ચાલો થોડા ફોટા બતાવું 🙂

Madhubani Workshop (5)
પહેલા પેન્સિલ પછી માર્કરથી ચિત્રની મુખ્ય રેખા દોરી
Madhubani Workshop (6)
પછી ઇન્ક રંગો ભરવાના
Madhubani Workshop (1)
હું ચિત્ર દોરતી વખતે 🙂
Madhubani Workshop (2)
રંગ પૂરતા

 

અમારે દોરવાનું હતું એ ચિત્ર અને અમારા ચારના નામ સરસ રીતે પ્રગતિબેન એ લખ્યા હતા 🙂 છેલ્લે અમારા બધાનાં તૈયાર ચિત્ર સાથે ફોટો 🙂

Madhubani (1)

પ્રગતિબેનના ફેસબુક પેજ પરથી બધીજ માહિતી મળી રહેશે. જાણવા માટે અહી ક્લિક કરો –>  Pragati Art School

ફરી મળીશું નવા ચિત્ર સાથે !

 

 

 

 

 Leave a Reply