Food, Travel and Observations!

Monterey Whale Watching

Monterey Whale Watching

આજે(30 એપ્રિલ 2017) અમે સવારે 11 વાગ્યાની આસપાસ મોન્ટરે બે જવા નીકળ્યા. મોંરટે બે એ પેનીંસુલા છે જે પેસિફિક મહાસાગરનો કિનારો છે જે અમારા ઘરેથી 60 માઈલ(96 કિમી) છે.


ઉપર અમારું ઘર છે અને લાલ પીન છે એ મોન્ટરે બે

અત્યારે અહીં ગરમીની શરૂઆત થઈ, આ સમયે સી-લાયન (સી માછલી) મોન્ટરે બેના કિનારે આવીને બ્રિડિંગ(બચ્ચાંને જન્મ આપે) કરે. આ બચ્ચાંઓ જોવા માટે તમારે કિનારેથી બોટ કરીને જોવા જવું પડે. પ્લાન પ્રમાણે અમે ક્યાકિંગ (હલેસા વળી બોટ) કરીને સિ-લાયન (સી માછલી) નજીકથી જોવાનો હતો. પણ અમે ત્યાં પહોંચ્યા અને પપ્પાએ કયાકીંગ કરવાની ઈચ્છા માંડી વાળી એટલે અમે બીજું શું કરી શકાય? એની ચર્ચા શરૂ કરી.

whale (3)
સી માછલીના ઢગલા

અને અનુજે સરસ રસ્તો સુચવ્યો. એજ કિનારેથી મોટી બોટ મધદરિયે લઇ જાય અને વ્હેલ વૉચિંગ કરાવે. અને અત્યારે વ્હેલ જોવાના 60% તક વધારે હોય. બિંગો!
વહેલને ઠંડા પાણીમાં રહેવું અને ખાવું ખુબ ગમે એટલે આ વિસ્તારમાં હમેશા જોવા મળે કારણકે પેસિફિક મહાસાગરનું આ વિસ્તારનું પાણી ખુબ જ ઠંડુ હોય છે. આ વ્હેલ માછલીઓ એમના બચ્ચાને જન્મ આપવા મેક્સિકો ના દરિયાકિનારે જાય કારણ કે નાના બચ્ચાં આટલા ઠંડા પાણીને સહન ના કરી શકે. બચ્ચાં મોટા થાય પછી લગભગ ૬૦૦૦ માઈલ જેટલું અંતર કાપીને વ્હેલ માછલીઓ અહી આવે.
પછી મોબાઈલથી અનુજે બુકીંગ કરાવ્યું. અમે ઘરેથી લાવેલો નાસ્તો કરી 2 વાગ્યાની બોટમાં બેઠા.
એક કલાક જેટલી બોટ ચાલી અને અમે મધદરિયે પહોંચ્યા. એકદમ ઠંડો પવન અને વાદળી પાણી અને અફાટ દરિયો.. રસ્તામાં જતા 2 વ્હેલ જોયી.

આ વિસ્તારમાં ૬ અલગ અલગ પ્રકારની વ્હેલ અને ૪ પ્રકારની ડોલ્ફિન જોવા મળે છે જેમનો ફોટો નીચે છે.
whale (1)
અમે રસ્તામાં હમ્પબેક વ્હેલ જોયી. ખૂબ ખુશ થયા.
વ્હેલ નજીકમાં દેખાય એટલે અમારાં ઈન્સ્ટ્રક્ટર બોટ ઉભી રાખે પછી અમને દેખાડે અને વ્હેલ વિશે માહિતી આપે.
પછી અચાનક અમારી બોટની સ્પીડ વધી અને સામે દૂર બહુ બધી ગતિવિધિઓ દેખાઈ.
નજીક ગયા તો એક સાથે 8-9 કિલર વ્હેલ અને 2 હમ્પબેક વ્હેલ ઉછળ-કુદ કરતી હતી. અમે ખુશ થઈ ગયા. અમને લાગ્યું કે બધા એકસાથે રમતા હશે પછી ઈન્સ્ટક્ટર અને બોટના ડ્રાઇવર દોડતા બહાર આવ્યા અને અમને કીધું કે નેશનલ જયોગ્રાફીવાળા જેને જોવા 3 વર્ષથી મથે છે એ જોઈ રહ્યા છીએ આપણે!
એમાં એવું હતું કે કિલર વ્હેલ એ સૌથી મોટી પ્રિડેટર માછલી છે જે બધી માછલીનો શિકાર કરે. આવી 7-8 કિલર વહેલો ભેગી થઈને હમ્પબેક વહેલના બચ્ચાંને મારવાનો પ્રયત્ન કરતી હતી. અને હમ્પબેક વહેલના બચ્ચાંની માં એને બચાવતી હતી. બંને વહેલને શ્વાસ લેવા માટે ઉપર આવવું પડે એટલે હમ્પબેકની માં એના બાળકને બચાવે અને વારે વારે હવામાં ઉપર લાવે કે બચ્ચું શ્વાસ લઈ શકે અને પછી પોતાને પણ શ્વાસ લેવાનો છે એનું ધ્યાન રાખે.
અને કિલર વહેલો એ બંને માં-બચ્ચાંને ઉપર ભાર દઈને નીચે પાણીમાં ડૂબાળવાનો પ્રત્યન કરે.
વ્હેલોને એમનાં દાંત બહુ વ્હાલા હોય એટલે એ લોકો બચકું જલ્દી ના ભરે પણ હમ્પબેક વહેલને નીચે દબાવીને શ્વાસ બંધ કરાંવાનો પ્રયત્ન કરે કે જેથી એ વહેલ શ્વાસ રૂંધાઇને મરી જાય અને પછી નીચે ખેચી લઇ જઈને એને ખાઈ જાય. એટલે ૭-૮ કીલર વ્હેલએ હમ્પબેક વ્હેલને લગભગ ૨ કલાક સુધી મારવાના પ્રયત્નો કર્યા અને અમે બધાએ એ જોયું. ધીમે ધીમે બીજી પણ બોટ આવીને ફરતે ગોઠવાઈ ગઈ.
whale (4)
છેલ્લે ૨ કલાકની મહેનત પછી હમ્પબેકનું બચ્ચું અને એની માં બચી શક્યા અને બધી કીલર વ્હેલો થાકીને જતી રહી. બધા બહુ ખુશ થયા અને તાળીઓ પાડી 🙂
૨ કલાક મહેનત કરી, જીવન માટે એકલી જજુમી પણ હમ્પબેક વ્હેલે પોતાના બચ્ચાંને બચાવી જ લીધું 🙂 🙂
whale (5)
ખુબ જ ખુશ થયા અમે કે અચાનક જ નક્કી કરેલી આ ટ્રીપ કેટલી અદ્ભુત રહ્યી! ખુબ જ દુર્લભ ઘણી શકાય એવી ક્ષણો અમે આજે માણી 🙂
છેલ્લા ૧૦ દિવસમાં આ પાંચમો આવો કિસ્સો બન્યો છે. કોઈકના ડ્રોનમાં ઉતારેલો વિડીયો : Killer whale kills humpback whale
અમે ઉતારેલી વિડીયો : Fight between Humpback whale and killer whale


Leave a Reply