Food, Travel and Observations!

Hear2read

Hear2read

logo

અત્યારે હું એક રસપ્રદ પ્રોજેક્ટ સાથે જોડાયેલી છું. અહી ચાલતાં અમારા ગ્રંથ-ગોષ્ઠી ગ્રુપ વિષે તો મે અગાઉ વાત કરેલી. મહેન્દ્ર મહેતા આ ગ્રંથ-ગોષ્ઠી ચલાવે છે અને વર્ષોથી પાલો આલ્ટો, કેલીફોર્નીયામાં રહે છે. તેમના એક મિત્ર સુરેશ બજાજ hear2read પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

શું છે આ hear2read? – Android Text To Speech (TTS) App for Indian languages. એવી એન્ડ્રોઇડ એપ કે જે ભારતની પ્રાદેશીક ભાષામાં વાંચી સંભળાવે.
તમને થશે એમાં શું? પણ સુરેશ બજાજ અને એમના બીજા ૪ સાથી જે carnegie mellon university સાથે સંકળાયેલા છે, ભેગા મળીને આ એપ એટલા માટે બનાવી રહ્યા છે કે આંધળા લોકો પોતાની માતૃભાષામાં પુસ્તકો/સમાચાર વાંચી શકે!

નડિયાદમાં હતી ત્યારે પતંજલિ ચિકિત્સાલય ચલાવનાર મારા મિત્ર સુધા પટેલને (કે જેઓ જન્મથી અંધ છે) મે આવી જ TTS એપ વાપરતા જોયેલા પણ તે એપ હતી અંગ્રેજીમાં! (સુધાબેન લેટેસ્ટ ફોન અને લેપટોપ હજુ પણ વાપરે છે!) પણ એ બધું કોઈએ પ્રાદેશીક ભાષા માટે કર્યું નથી. IIT મદ્રાસને ભારત સરકારે કરોડો રૂપિયા આપ્યા પણ કોઈ આ કામ કરી શક્યું નહિ!
સુરેશ બજાજ અને એમની ટીમ કોઈ પણ પ્રકારના સરકારની મદદ વગર આ કામ કરી રહી છે. તેમણે ૭૫૦૦૦ $ તો ખર્ચી નાખ્યા છે. આ એપ મરાઠી, તમિલ અને તેલુગુ ભાષા માટે એપ સ્ટોર પર અવેલેબલ છે અને બીજી ભાષા માટે એ લોકો કામ કરી રહ્યા છે.

hear2read એપ કેવી રીતે બની?
હું ટુકમાં આ એપની પદ્ધતિ વિષે કહેવા માંગું છું. દા.ત. ગુજરાતી ભાષામાં જો એપ બનાવી હોય તો સૌથી પહેલા ગુજરાતી ભાષા બોલનાર કોઈ વ્યક્તિ શોધવું પડે. ૧૦૦૦૦ થી પણ વધુ અલગ અલગ ગુજરાતી વાક્યો બનાવેલો એમનો ડેટાસેટ તૈયાર કરવો પડે. પછી એ બધા વાક્યોનું વાંચન કરવાનું. વાંચનનો નિયમ એ કે એમાં કોઈજ ભાવ નહિ ઉમેરવા. ત્યારબાદ આ બધા વાક્યો મશીનમાં નાખવામાં આવે એટલે કે વાક્યોની text અને એનો રેકોર્ડ કરેલી speech બંને , પછી મશીનને ટ્રેન કરવામાં આવે જેને  Machine learning કહેવાય અને એમાંથી સિન્થેટિક વોઈસ જનરેટ થાય અને પછી એની એપ બને જે ગુજરાતી ની કોઈ પણ text ને speech માં કન્વર્ટ કરી આપે.
બધા જ પ્રકારની ટેકનોલોજી એમને તૈયાર કરેલી છે પણ સૌથી અઘરું કામ છે વોલેન્ટીયર શોધવાનું.
ગુજરાતી ભાષાની એપનું કામ ક્યારનુંય અટકેલું છે કેમ કે કોઈ ગુજરાતી રીડર મળતા નથી! છેલ્લે એમનો ભેટો મારી સાથે થયો! મને પહેલા ૪૦૦ વાક્યો આપવામાં આવ્યા અને એનું પઠન એકદમ પ્રોફેસ્સ્નલ રીતે સ્ટુડિયોમાં કરવામાં આવ્યું. કેટલા બધા રીટેક પછી ૪૦૦ વાક્યોનું રેકોર્ડીંગ થયું.પછી એ આખું રેકોર્ડીંગ મને આપવામાં આવ્યુ. મારે એમાંથી ૪૦૦ વાક્યો અલગ કરવાના(એમના એક સોફ્ટવેરથી) + ગુજરાતીના જે વાક્યો લખીને મને આપ્યા હોય એની જોડણી પણ સુધારવાની. આ બધું થતા ૧૫ દિવસ થાય! પછી આ બધા વાક્યો મશીનમાં જશે અને એમાંથી સિન્થેટીક વોઈસ બનશે અને એનાથી ગુજરાતીની text થી speech ની એપ બનશે 🙂

નોંધ : આ એપ તમને એપસ્ટોર પર સરળતાથી મફતમાં મળી જશે( અત્યારે મરાઠી,તમિલ અને તેલુગુ માટે મળશે)
વધારે જાણવા માટે : www.hear2read.com 
ન્યુઝ: http://www.cmu.edu/news/stories/archives/2016/august/hear2read.html

મને ખુબ આનંદ થશે કે મારી આ નાનકડી મદદથી હજારો આંધળા લોકો ગુજરાતી પુસ્તકો વાંચી શકશે 🙂3 thoughts on “Hear2read”

Leave a Reply