Food, Travel and Observations!

ફ્લોરીડાની મુલાકાતે

ફ્લોરીડાની મુલાકાતે

 મારે કોલેજમાં ક્રિસમસ વેકેશન પડ્યું અને અનુજને પણ ઓફિસમાં રજા હોય એટલે અમે રીમ્પલના ઘરે ડેલાવર જવાનું નક્કી કર્યું. ૨૪ ડીસેમ્બર થી ૪ જાન્યુઆરીની અમે ટીકીટ કરાવી. મારે પરીક્ષા જલ્દી પૂરી થઇ ગઈ એટલે હું ૧૩મી તારીખે રીમ્પલના ઘરે પહોચી ગઈ! જીલ-પ્રીત જોડે ખુબ રમી. રીમ્પલ જોડે ખુબ ફરી, ઢગલાબંધ નાસ્તા, જમવાનું બનાવ્યું. છોકરાઓને રમાડવામાં દિવસ ક્યાં પસાર થયી જતો એ ખબર જ ન પડતી. અનુજ આવ્યો ૨૪ મીએ, પછી અમે અચાનક જ ફ્લોરીડા જવાનું નક્કી કર્યું. વિમાનની ટીકીટો મોંઘી હતી એટલે એક જ દિવસમાં જીજાજી મોટી ૭ સીટવાળી વાન ભાડે કરાવી આવ્યા અને ૨૫ મીએ સવારે ૫ વાગે અમારી સફર આરંભાઈ!
ડેલાવરથી ફ્લોરીડા ૧૫ કલાક અને બીજા ૩ એમાં ૧૮ કલાક અમે ગાડીમાં પસાર કર્યા. ભારતની જેમ એક સીટ પાડીને ગાદલું પાથર્યું હતું કે બાળકો સુઈ શકે (હમ નહિ સુધરેંગે! હાહા) મે કરેલી પહેલી long drive. અનુભવ સરસ રહ્યો. બાળકોને વ્યસ્ત રાખવાની ઘણી બધી કળાઓ વિકસાવી. અને અમે ઘણો લાંબો સમય એકબીજા સાથે શાંતિથી વાતો કરી શક્યા! રાત્રે ૧૨ વાગે અમે વિશાલમામાના ઘરે પહોચ્યા.
બીજા બધા રાજ્યો કરતા ફ્લોરીડા ખુબ જ સસ્તું, એટલે કે ૪ બેડરૂમનો આલીશાન બંગલો કેલીફોર્નીયા કરતા અડધી કિમતથી પણ ઓછામાં મળે! ખુલ્લી જગ્યા વધારે લાગે! વાતાવરણમાં ભેજ રહે એટલે ભારતમાં રહેતા હોય એમ લાગે. ગરમી પણ સારી પડે. પણ અમેરિકામાં એક કહેવત છે જે બધે જ સાચી કે અમેરિકામાં ૩ W નો ભરોસો ના કરાય. wife ,Weather અને Work . અમે અહી અનુભવ્યું કે એક દિવસે પરસેવો થાય એટલી ગરમી અને બીજે દિવસે થથરી જવાય એટલી ઠંડી!
અમારી સાથે બાળકો હતા એટલે આશય બધાજ થીમ પાર્ક ફરવાનો વધારે હતો અને ફર્યા પણ. છોકરાઓ સાથે થીમ પાર્ક જોવાની મજા ખુબ જ આવે આપણે એમના જેટલા જ બની જઈએ એ આપણને ખબર જ ના પડે! 🙂

Theme park વિષે: એક મનોરંજન પાર્ક(amusement park) અથવા થીમ પાર્ક એટલે કે સંખ્યાબંધ મનોરંજન ,આકર્ષણ, સવારી (Rides) અને લોકોના ટોળાનો સમન્વય! મોટાભાગે બાળકોને મજા આવે એવા કાર્ટુન કે રમકડાનો થીમ પાર્ક હોય. 

Day 1: Busch Garden (બુશ ગાર્ડન)

ગાર્ડન વિષે: ફ્લોરીડાના ટેમ્પા શહેરમાં આવેલો ૩૩૫ એકર વિસ્તાર ધરાવતો આફ્રિકન પ્રાણીઓનો થીમ પાર્ક છે. પાર્કની ફી ૮૨$ છે! આટલી મોંઘી! હા, અહી દરેક પાર્કમાં આટલી ફી હોય જ! ઓનલાઈન ઘણી ઓફર મળે. એકસાથે ૬ ટીકીટ કરાવો તો થોડી સસ્તી પડે. ઓનલાઈન સસ્તી ટીકીટ શોધી બુક કરાવાનું કામ અનુજનું :D. આ પાર્કને seaworld વાળા ચલાવે છે. seaworld વિષે આગળ જોઈશું.

f808b11fd86d49b286fb06002aa9e750_2016-22-02-bgt-english_2000x1296.jpg
આવી રીતે દરેક પાર્કનો નકશો આપે- અને નકશા ઉપરથી દરેક જગ્યા જઈ શકો.

ગોરિલા

busch-1
busch gardenનું entrance

હાથી અને મગર

ત્યાં અલગ અલગ કાર્ટુનના બાબલા હોય એવા રૂમ હોય એમાં જવાનું અને એ બાબલાઓ જોડે ફોટા પડાવાના. છોકરાઓને મજા પડે!

ક્રિસમસના સમયે ગયા હોવાના કારણે બહુજ સુંદર ડેકોરેશન જોવા મળ્યું. એક થીએટરમાં  સ્નો સ્કેટનો શો જોવાની ખુબ મજા પડી.

ઝાડ ઉપર રોશની કરીને આખું ક્રિસમસનું ગામ બનાવેલું. ત્યાં જોરદાર રોલર કોસ્ટર રાઈડઝ હતી. અમે એક રાઈડમાં બેસવા માટે ૧.૫ કલાક લાઈનમાં ઉભા રહ્યા હતા! તે વખતનો ફોટો!

કેટલું મોટું ક્રિસમસ ટ્રી!

busch  (2).jpg

ત્યાં પક્ષી અને પ્રાણીઓનો શો હતો. કેટલી અદ્ભુત રીતે જાનવરો તાલીમ લઇ શકે છે એ સાફ જોઈ શકાય! એક પછી એક અલગ અલગ પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓ આવે અને એમના ટ્રેનરો કહે એ પ્રમાણે દાવ દેખાડે !

 

 

 Leave a Reply