Food, Travel and Observations!

મુઈર વુડના જંગલથી દરિયા સુધી હાઈક

મુઈર વુડના જંગલથી દરિયા સુધી હાઈક

આ રવિવારે(2016-09-04) અનુજ અને હું, અનુજ ના મિત્રો જય પ્રકાશ(JP), હૃષીકેશ અને કસ્તુરી એમ પાંચ જણા મુઈર વુડ(Muir Woods) ના જંગલમાં હાઈક કરવા ગયા હતા.

મુઈર વુડસ વિષે: ૫૫૪ એકર વિસ્તાર ધરાવતું સાન ફ્રાન્સિસ્કોથી માત્ર ૧૯ કિમી દુર આવેલું આ જંગલ રેડવુડના વિશાળ ઝાડ ધરાવતું જંગલ છે જે ખુબ વિશેષ લાક્ષણિકતા ધરાવે છે.૨૦મી સદીમાં ઘણા ખરા જંગલોનો નાશ થવા લાગ્યો હતો ત્યારે આ વિસ્તાર પર વિલિંયમ કેંટ નામના વ્યક્તિની નજર પડી અને આ ખુબ જ લુપ્ત થવા આવેલ રેડવુડ ઝાડના જંગલોને બચાવવાં માટે તેમણે આ વિસ્તાર ખરીદી લીધો અને ૧૯૦૮ પર્યાવરણવાદી જોન મૂઈર ના નામથી તેમણે આ જંગલનું નામ આપી એને નેશનલ ફોરેસ્ટમાં સમાવેશ કર્યો.
રેડવુડના ઝાડ ૩૮૦ ફૂટ જેટલી ઉંચાઈ ધરાવતા અને ૫૦૦- ૧૨૦૦ વર્ષ સુધીનું આયુષ્ય ધરાવનાર વૃક્ષો એકદમ પોચું અને લાલ રંગનું લાકડું ધરાવે છે. જો ઝાડનું થળ કાપીને નીચે પાડવામાં આવે તો ફક્ત પાવડર જ હાથમાં આવે એટલે આ જંગલમાં ઝાડને કાપવામાં આવતા નથી.
અમે આ મુઈર વુડના જંગલમાં ઘણી વખત ગયા છીએ. પણ આ વખતે અમારે એવી જગ્યા ચાલવા જવું હતું કે તમે જંગલમાંથી ચાલવાની શરૂઆત કરો, મહાકાય રેડવુડના વૃક્ષો માંથી પસાર થતા ૨ પહાડ ઓળંગીને છેલ્લે દરિયા કિનારાને  મળો અને જંગલથી દરિયા સુધીનો અનુભવ મળે 🙂

dipsea-trail
Dipsea Trail નો નકશો. જંગલમાંથી stinson beach સુધીની ટ્રેલ જેના ઉપર અમે ગયા હતા.

અમે સવારે ૬ વાગે નીકળી ગયા હતા કેમ કે ત્યાં ૮ વાગે પાર્કિંગ ખુલે અને ૧૦ જ મિનીટમાં ભરાઈ જાય એટલો ઘસારો રહે છે. અમે ૮:૩૦ એ ચાલવાનું શરુ કર્યું. મુઈર વુડથી Stinson beach (સ્ટીનસન દરિયાકિનારે) જવાની પણ ટ્રેલ (પગદંડી) બનાવવામાં આવેલી છે જેને Dipsea Trail કહે છે. ૫ માઈલ એટલે ક 8 કિમી જેટલી લાંબી અને ૧૩૦૦’ જેટલું મહત્તમ એલીવેશન ધરાવતી ઉચા-નીચા રસ્તાવાળી ટ્રેલ છે.

optimized-img_20160904_082346
મુઈર વુડ્સમાં જાઓ ત્યારનું પહેલું પ્રવેશ સ્થાન 

રેડવુડ ના મહાકાય ઝાડ જેનો આખો ફોટો લેવો શક્ય જ નથી 🙂

optimized-img_20160904_091737
પહાડ ઓળંગી રહેલા JP, અનુજ અને હૃષીકેશ 

જંગલમાં જોવા મળેલું એકમાત્ર નાનકડું પીળું ફૂલ અને ઝાડ પર આરામ ફરમાવી રહેલી હું 😀

optimized-img_20160904_105307
પગદંડી પરથી પસાર થતા હું અને અનુજ 🙂
optimized-img_20160904_113737
અને છેલ્લે!! સામે વિશાળ દરિયો 🙂 🙂 
optimized-img_20160904_130954
Stinson beach પર કરેલી અમારી મસ્તી.. JPને અમે રેતીમાં દાટી દીધો હતો 😀 
optimized-img_20160904_132446
પાછળ દરિયો 

અમે બપોરે ૧ વાગે દરિયા પાસે પહોચ્યા હતા અને ત્યાં માટીમાં ઢોકળાં અને આલું પરોઠા જમવાની મજા જ કૈક અલગ હતી 🙂 ત્યાં માટીમાં રમ્યાં અને પછી બસમાં અમારી ગાડી જ્યાં પાર્ક કરી હતી ત્યાં (મુઈર વુડ પાસે) આવ્યા અને સાંજે ઘરે પાછા ફર્યા 🙂

 



Leave a Reply