Food, Travel and Observations!

Zion National Park

Zion National Park

અમારી ટ્રીપના સાતમાં દિવસે અમે ઝાયોન નેશનલ પાર્ક ફરવા ગયા હતા.

Zion National Park વિષે: યુટાહ રાજ્યમાં આવેલો ૧૯૧૯ ની સાલમાં શરુ કરવામાં આવેલો Zion National Park એ લાલાશ પડતા પત્થરો (Navajo sandstone) થી બનેલા પહાડો ધરાવે છે.  અને પાર્કની મધ્યમાંથી Virgin River પસાર થાય છે.

નેશનલ પાર્ક હોવાથી અહી તમારે તમારી ગાડી પાર્કિંગમાં મૂકી પાર્કની બસમાં ફરવાનું. અમે સવારે ૧૧ વાગે પહોચી ગયા હતા. આટલા દિવસમાં અમને ક્યાય ટ્રાફિક નડ્યો ન હતો પણ Zion National Parkમાં પાર્કિંગ શોધવામાં અને દરેક પોઇન્ટે બસની રાહ જોવી પડી હતી. Visitor Center પરથી યોગ્ય માહિતી અને નકશો મેળવી અમે બસમાં નીકળી પડ્યા. અમુક પોઈન્ટ્સ જોઈ,લોજ માં જમી બપોરે ૩ વાગ્યે અહીની ખાસ ફરવા લાયક જગ્યા વિષે ખુબ વાચેલું ત્યાં ગયા. એ હતું The Narrows.

The Narrows એટલે શું? : Zion National Park ના સૌથી છેલ્લા બસ સ્ટોપ (Temple of Sinawava) થી ચાલીને Virgin river સુધી પહોંચી અને પછી નદીમાં ચાલવાનું. હા.. નદીમાં હાઈક કરવાનું. વચ્ચે નદી, નીચે નાના પથ્થરો અને આજુ બાજુ વિશાળ ઉચા પહાડો. તમે ૭-૮ કલાક સુધી પાણીમાં ચાલી શકો પણ શરત એક જ કે જ્યાંથી ચાલવાનું શરુ કર્યું હતું ત્યાં પાછા આવવાનું 😀 . આ નદીનું પાણી ૨-૩ ફૂટ ઊંડું અને નીચે ઢગલાબંધ પથ્થરો, એટલે બને તો ત્યાં ભાડેથી બુટ અને લાકડી લઇ લેવી. આ બુટની ખાસિયત એ કે ગમે તેટલા પથ્થર પરથી ચાલો તો પણ પગ વડે નહિ અને જટકા ઓછા લાગે. તમે નદીમાં ચાલવાનું શરુ કરો અને ૨.૫ કલાક ચાલો પછી Zion National Park ના પહાડો એટલા બધા નજીક આવી જાય કે તમે બે હાથ પહોળા કરો એટલે બંને બાજુ પહાડ ને અડી શકો ! એટલે એને The Narrows કહેવામાં આવે છે. આ પાર્કની સૌથી મુખ્ય અને મજેદાર વસ્તુ આ જ છે. Zion National Park જાઓ તો The Narrows ખાસ કરવું જ. નદીમાં હાઈક કરવાનો અનુભવ ખરેખર અદભુત છે. ! 🙂

Zion National Park (9).JPG
પાર્કની entrance પછી visitor center તરફ જવાનો રસ્તો. મને અહી રોડનો રંગ ગમેલો. પહાડ જેવો જ લાલ 😀 
Zion National Park (8)
Navajo Sandstone 
Zion National Park (7)
Court of Patriarchs પોઈન્ટ
Zion National Park (6)
Zion Lodge સામેનાં પહાડો 

હાઈકિંગ શરુ…

રસ્તામાં પહાડોની વચ્ચે આરામ ફરમાવતું હરણ બેઠું હતું. અને પહાડોમાંથી ધીમે ધીમે વહેતું પાણી. જેને અહી Weeping Rocks(રડતાં પથ્થરો) કહે છે.

Zion National Park (4)
હાઈકિંગ શરુ કરતી વખતનો ફોટો
Zion National Park (1)
સાંકળા થતાં પહાડો 
Zion National Park (3)
૨.૫ કલાક ચાલ્યા પછી The Narrows ની શરૂઆત! છેને ગજબ?

ખરેખર Zion National Park જાઓ તો બીજું કઈ ના કરો તો પણ The Narrowsમાં ખાસ હાઈકિંગ કરવું. ખુબ જ અદ્ભુત અનુભવ છે. પાછા ૨.૫ કલાક ચાલીને પાછા ફર્યા. રાત્રે સુતા સમયે પણ પગમાંથી પાણી વહેતું હોય એમ લાગતું હતું 🙂

Zion National Park (10)
અમારાં નખરાં વગર તો કેમ ચાલે? 😀



1 thought on “Zion National Park”

Leave a Reply