Food, Travel and Observations!

Bryce Canyon National Park

Bryce Canyon National Park

અમારી ટ્રીપના છટ્ઠા દિવસે અમે બ્રાઇસ કેન્યોન નેશનલ પાર્ક ગયા હતા.

Bryce Canyon National Park વિષે: યુટાહ રાજ્યમાં આવેલ અને લગભગ ૩૫૦૦૦ એકર વિસ્તાર ધરાવતા આ પાર્કની ખાસિયત એ ત્યાના hoodoos છે. સતત થતા ધોવાણને કારણે અવ્યવસ્થિત અને વિચિત્ર આકાર ધરાવતા સ્તંભ સમાન અનેક ઉભા પથ્થરો એટલે hoodoo. આ પાર્કને canyon પાર્ક કહે છે પણ ખીણો (canyon) કરતા અહીના વિશાળ એકબીજા સાથે જોડાયેલા hoodoos જ અદભુત આકર્ષણનું કેન્દ્ર છે.

Hoodoos કેવી રીતે બન્યા? : hoodoos એ વૃક્ષની જેમ ઉગ્યા નથી, પણ પહાડની એકદમ સાકળી અને પાતળી દીવાલોના સતત ધોવાણને કારણે અવ્યવસ્થિત આકારના બન્યા છે. જેમ સમય ગયો તેમ પહાડમાં કાણા પડવા લાગ્યા જેને windows કહે છે અને વધારે ધોવાણથી એકબીજાથી ઉપરથી છુટ્ટા પણ નીચેથી જોડાયેલા એવા અસંખ્ય hoodoos બન્યા જેને Amphitheatre કહે છે. સાથે સાથે સફેદ, કેસરી અને લાલ રંગના પહાડો ગજબનું દ્રશ્ય ઉભું કરે છે.

આ પાર્કમાં પણ અમે આખો દિવસ પસાર કર્યો. આ પાર્કમાં તમે visitor center પર તમારી ગાડી પાર્ક કરી પાર્કની બસમાં ફરી શકો છો. અને જે પોઇન્ટે જવું હોય ત્યાં નકશામાં જોઇને જઈ શકો છો. પણ અમે Rainbow બસમાં અમારું બુકિંગ કરાવ્યું હતું. આ બસમાં ટુર મફત હોય છે પણ ૨૪ કલાક પહેલા તમારે ફોન દ્વારા બુકિંગ કરાવવું પડે જે પાર્કમાં બીજી બસની જેમ જ ફેરવે પણ ફર્ક એટલો કે જોડે ગાઈડ હોય જેથી માહિતી સાથે જગ્યા જોવા મળે અને પાર્કના છેલ્લા પોઈન્ટ સુધી આ બસ લઇ જાય. અમને arches national park થી અહી આવતા ૪ કલાક થયા હતાં એટલે અમે બપોરે ૧૨ વાગે પહોચ્યા હતા. અમે ૧:૩૦ થી ૪:૩૦ Rainbow busમાં ટુર કરી અને પછી હાઈક કરી હતી.

Bryce Canyon national park (23)
Rainbow Bus
Bryce Canyon national park (7)
Natural Bridge
Bryce Canyon national park (8)
Agua Canyon Point
Bryce Canyon national park (4)
Farview Point

મુખ્ય જોવાલાયક પોઈન્ટ ૩ છે અને એ છે.Inspiration point, Sunset point અને Sunrise point. તમે આખ્ખો પાર્ક બસમાં જ ફરો તો ૩ કલાકમાં આરામથી પતી જાય. પણ સૌથી અગત્યની વસ્તુ છે અહીની હાઈક. એટલે અમે બધા જ પોઈન્ટ પહેલા બસમાં જોયા. અને છેલ્લે હાઈક કરી.અમે ૨ હાઈક કરી હતી.

(૧) Inspiration point to sunset point (૧.૨ કિમી)

Bryce Canyon national park (19)
Rim trail પર sunset point જતા 
Bryce Canyon national park (21)
Inspiration Point 

Bryce Canyon national park (20)

(૨) sunrise point to sunset point. આ હાઈક આખા પાર્કની પૈસા વસૂલ હાઈક હતી. sunrise પોઈન્ટથી શરુ કરીને Queen’s Garden Trail, Navajo Loop trail અને Peek-A-Boo trail પર થઈને sunset પોઈન્ટ સુધી પહોચવાની ૫ કિમીની હાઈક. આ હાઈક વિશ્વની ટોપ ૧૦ હાઈકમાંની એક ગણવામાં આવે છે. અને ખરેખર અદ્ભુત દ્રશ્યો હતા! 🙂 – sunset અને sunrise પોઈન્ટ પરથી તમે જે વ્યુ જુઓ અને જે ઢગલાબંધ hoodoos દેખાય એ hoodoos ની એકદમ નજીક અને નીચેથી પસાર થતાં થતાં, ગાઢ જંગલમાં ચાલતાં ચાલતાં કુદરતની કરામતો માણતાં જવાનું. અહાહા … 🙂 🙂

Bryce Canyon national park (16)
sunrise point 
Bryce Canyon national park (15)
આ નાનકડા દરવાજા માંથી તમે hoodoos માંથી પસાર થવાનો અનુભવ લઇ શકો 🙂

Bryce Canyon national park (14)

Bryce Canyon national park (11)

Bryce Canyon national park (6)

Bryce Canyon national park (12)
રસ્તામાં રમતા નાનકડાં નીડર ‘chipmunks’- આપણી ખિસકોલીના બચ્ચાં યાદ આવેલા 🙂
Bryce Canyon national park (25)
hoodoos ની વચ્ચેથી પસાર થતી નાની કેડી 
Bryce Canyon national park (17)
Sunset point પહોચીને 

Bryce Canyon national park (10)

ત્યાંથી અમે લોજ પર ગયા અને જમ્યા. Bryce Canyon National Park એ “one of the darkest night” માટે પણ વખણાય છે. એટલે કે રાત્રે ત્યાં આકાશ એકદમ કાળું અને તારા સ્પષ્ટ દેખાય છે. એટલે પાર્કમાં Stargazing ના પ્રોગ્રામ થાય છે. અમારે ખાસ હાજરી આપવી હતી એટલે રાત્રે ૯ વાગે જોવાના સ્થળે પહોચી ગયા. પાર્કના અમુક માણસો ત્યાં ૫-૬ મહાકાય ટેલીસ્કોપ લઈને આવે. પહેલા આકાશ અને તારાઓ વિષે સામાન્ય માહિતી આપે અને પછી અલગ અલગ તારા અને ગ્રહો બતાવે.

અમે સપ્તર્ષિ (big dipper), ધ્રુવ (Polaris), મંગળ ગ્રહ (Mars), શનિ ગ્રહ (Saturn), બુધ (Jupiter), ચંદ્ર, નેબ્યુલા, તારાઓનું ક્લસ્ટર, અલગ અલગ બનતા આકારો જોયા અને ખુબ વાતો કરી. દરેક દેશમાં દરેક તારાઓ પાછળ લઘુકથાઓ સંકળાયેલી હોય છે એ સાંભળવાની મજા આવી 🙂

Bryce Canyon national park (26)
આ નખરાં વગર તો કેમ ચાલે? 😀 
Bryce Canyon national park (24)
Sunset પોઈન્ટ 

રાત્રે ૧૨ વાગે હોટલ પર પહોચ્યા અને હજુ પણ પેલા hoodoos ના દ્રશ્ય આંખ સામેથી જતા ન’હતા 🙂2 thoughts on “Bryce Canyon National Park”

Leave a Reply