Food, Travel and Observations!

Arches National Park

Arches National Park

અમારી ટ્રીપના પાંચમાં દિવસે અમે આર્ચીસ નેશનલ પાર્ક ગયા હતા.

Arches National Park વિષે : Arch એટલે કે કમાન જેવા આકાર ધરાવતા પહાડો/પથ્થરો. લગભગ ૭૬૦૦૦ એકર વિસ્તાર ધરાવતો યુટાહ રાજ્યમાં આવેલો આ Arches National Park ૨૦૦૦ થી વધુ કુદરતી Arches ધરાવે છે. એટલે એને Arches National Park  કહે છે.

Arches કેવી રીતે બન્યા?: કહેવાય છે કે અહીના પહાડોમાં ૩૦૦ મિલિયન વર્ષ પહેલા દરિયો આ વિસ્તારમાંથી વહીને ગયો અને પાણી બાષ્પીભવન થઈને મીઠાના ઘટ્ટ પત્થરો બનાવતું ગયું જેને Salt Bed કહે છે. ત્યાર બાદ થોડા વર્ષો પછી પૂર, વરસાદ, જોરથી ફુંકાતા પવનો અને દરિયા એ પહાડોનું ધોવાણ કર્યું અને પોલા – કાણા વાળા પહાડો બનતા ગયા એટલે કે arches બનતા ગયા. નીચેના ફોટામાં જોઇને તમને વધુ ખ્યાલ આવશે.

Optimized-IMG_1164.JPG

આ પણ national park છે પણ આખો પાર્ક તમે ગાડીમાં જ ફરી શકો કેમ કે અલગ અલગ arch એ મુખ્ય રસ્તા પર નથી પણ અંદર છે એટલે તમારે ગાડી લઈને દરેક પોઇન્ટે જવાનું. ત્યાં ગાડી પાર્ક કરવાની અને ટ્રેલ પર ચાલીને arch જોવા જવાનું.અમે સવારે અહી પહોચી ગયા હતા અને રાત્રે ૯:૩૦ એ પાછા ફર્યા હતા. આ પાર્કમાં અમે સૌથી વધારે હાઈક કરી હતી.

સૌથી પહેલા અમે Balance Rock જોયો હતો. ૧૨૮ ફૂટના નાના ડુંગર ઉપર ૫૫ ફૂટનો પત્થર ટેકવાઇને ઉભો છે જેના કારણે એને Balance Rock કહે છે. 0.૫ કિમીની નાની હાઈક કરીને નજીકથી જોઈ શકાય એમ છે.

Arches national park (20)
પાછળની બાજુથી- અમે કેટલા નાના લાગીએ છીએ!

પછી અમે Windows trail લઈને પ્રખ્યાત windows arch જોવા માટે ગયા. ૧.૬ કિમી ની હાઈક કરી. North window અને South window એ બે આંખો હોય એમ જ લાગે. અને એની બરાબર સામે Turret arch છે. એ પણ જોયો.

Arches national park (19)
South Arch 
Arches national park (29)
North arch ની નીચે 
Arches national park (17)
Turret arch 
Arches national park (15)
Turret archમાંથી ઉભા રહીને પાડેલ ફોટો- સામે North અને South windows arch એક સાથે.
Arches national park (14)
North- south windows નજીક થી 
Arches national park (16)
North window થી અનુજે પાડેલ મારો ફોટો- હું turret arch નીચે ઉભી છું.

ત્યાંથી અમે Double Arch જોવા માટે ગયા. 0.૮ કિમી ની હાઈક હતી. તમે ફોટો જોઇને સમજી શકશો કે એનું નામ Double arch કેમ પડ્યું હશે!

Arches national park (12)

Arches national park (13)
પાછળ Double arch 

પછી અમે Landscape arch જોવા માટે ગયા. આ પાર્કનો સૌથી લાંબો કુદરતી arch છે. એટલે એને Landscape arch કહે છે. હાઈક – ૨ કિમી.

Arches national park (11)

Arches national park (10)
Landscape arch – અનુજ ની પાછળ

પછી રસ્તામાં  બીજા નાના arches જોયા. અનુજની પાછળ Tunnel arch અને મારી પાછળ pine tree arch. ફરીથી archના આકાર પરથી જ નામ પડેલા છે.

Arches national park (21)
એક સાથે બહુ બધા નાના-મોટા arch વાળી એક જગ્યા આવે છે રસ્તામાં. એને Devil’s garden કહે છે.

ત્યાર પછી અમે સૌથી સુંદર અને પ્રખ્યાત Delicate Arch જોવા માટે ગયા હતા. તમે આખો પાર્ક ફરો પણ Delicate Arch ના જુઓ તો તમે કાંઈજ જોયું નથી એમ કહી શકાય! ખાસ કરવા જેવી હાઈક. અમારે Delicate Archથી સુર્યાસ્ત જોવો હતો એટલે સવારથી સાંજ સુધી બીજા બધાજ arches જોઈ લીધા. અને સાંજે Delicate Arch ની સૌથી અઘરી ૪.૮ કિમીની હાઈક કરી. Delicate Arch એ એક મોટા પહાડની ઉપર છે એટલે આખો પહાડ ઓળંગવો પડે પણ ત્યાં પહોચીને એને જુઓ એટલે પૈસા વસૂલ થઇ જાય!
Delicate Arch ૬૫ ફૂટ ઉંચાઈ ધરાવે છે અને એકદમ નાજુક છે એટલે જ એને Delicate Arch કહે છે. અને કદાચ થોડા વર્ષો પછી ધોવાણથી તૂટી પણ જશે.

આ હાઈક કરતી વખતના ફોટા. પહાડ પર ચડતા.

Arches national park (4)
Delicate Arch 
Arches national park (3)
અમે – Delicate archની નીચે 

છેને સુંદર?

Arches national park (24)
અને અમારાં નખરાં! 😀 

ખરેખર Arches National Park ચોક્કસથી જોવા જેવો ખરો અને એમાય Delicate arch તો ખાસ 🙂 ઘણી બધી હાઈક કરીને લાગેલો થાક આ દ્રશ્યો જોઇને પળવારમાં ગાયબ થઇ જાય 🙂



1 thought on “Arches National Park”

Leave a Reply