Food, Travel and Observations!

Monument Valley

Monument Valley

અમારી ટુરના ચોથાં દિવસે બપોર પછી અમે મોન્યુમેન્ટ વેલી (Monument Valley) ગયા હતા.

Monument Valley વિષે: એરિઝોના અને યુટાહ રાજ્યની બોર્ડર પર આવેલ Monument Valley પણ Navajo Nations નો જ ભાગ છે. Monument એટલે સ્મારક અને valley એટલે ખીણ. ૫૭૦ મિલિયન વર્ષો પહેલા જમીનની પ્લેટોના થયેલા સ્થળાંતર અને જમીન ઉચે ઉચકાયા પછી Colorado plateau ની રચના થઇ અને સતત વરસાદ, પવન, બરફથી થયેલ ધોવાણને કારણે ખીણ ની રચના થઇ પણ એ ખીણ ખુબ જ પાતળી હોવાથી સ્મારક હોય એમ દેખાય એટલે એને Monument Valley કહે છે. ધોવાણના ૩ તબક્કા છે અને એ પ્રમાણે valley ના નામ આપેલા છે.
Mesa (મેસા) – સ્પેનીશમાં અર્થ થાય ટેબલ. એટલે કે પહોળા, સ્થિર અને ટેબલ જેવું સ્વરૂપ ધરાવનાર પહાડ – આ ધોવાણનો પહેલો તબક્કો.
Butte (બ્યુટે) – Mesa થી પ્રમાણમાં પાતળાં અને ધોવાણનો બીજો તબક્કો.
Spire – એકદમ પાતળાં અને ધોવાણનો છેલ્લો તબક્કો. સ્તંભ જેવા લાગે.

અહી આવીને તમારે ગાડી પાર્ક કરી બસમાં ફરવાની જરૂર નથી. અહી તમે તમારી ગાડી લઈને ૧૭ માઈલ (૨૭ કી.મી) રાઉન્ડ ટ્રીપ કરી સંપૂર્ણ Monument Valley તમારી જાતે જોઈ શકો.જેને જોતા ૪-૫ કલાક થાય. ત્યાં જઈને visitor center પર જઈને બધી માહિતી અને નકશો મેળવી બધા પોઈન્ટે જઈને અલગ અલગ mesa , butte અને spire જોઈ શકો. દરેકનું નામ તેમના આકાર પરથી પાડવામાં આવ્યું છે.

Monument Valley (7)
દુર થી દેખાતું monument valley 
Monument Valley (6)
visitor center પાસેથી વ્યુ- ડાબેથી West Mitten Butte, East Mitten Butte, Merrick Butte
Monument Valley (8)
ડાબી બાજુ West Mitten Butte 
Monument Valley (10).JPG
Elephant Butte 

3 sisters અને Merrick butte

Monument Valley (12).JPG
Thunderbird Mesa – દરેક જગ્યાએ ખીણના નામનું બોર્ડ આ રીતે મારેલું હોય. 

cly butte અને અમેરિકામાં જોયેલું પહેલું છુટ્ટું કુતરું 🙂

Monument Valley (14).JPG
Totem pole spire – ધોવાણનો છેલ્લો તબક્કો.
Monument Valley (16).JPG
Navajo લોકો પાસે વાત કરતો અનુજ. અમે ખુબ વાતો કરેલી આ ઘરેણાની નાની દુકાનવાળા કાકા સાથે. એમણે એમના લોકગીતો ગાઈ સંભળાવેલા. 🙂
Monument Valley (17)
સુર્યાસ્ત સમયે 

ત્યાં અમે રાત્રે Navajo ભોજન લીધું હતું. Navajo Tacos અને Quesadilla એમની એકદમ પરંપરાગત શૈલીના વાસણોમાં!. Navajo લોકો Tacosને પુરીની જેમ તળીને ખાય.

Monument Valley (3)
અમારાં નખરાં 😉

Monument Valley રાત્રે અંધારામાં જોવાની પણ ખુબ મજા આવી હતી પણ ફોટા બરાબર પાડી ન શકાયા. પણ અફાટ ખુલ્લી જમીનમાં આવા નાનાં પહાડો (ખીણો) જોવાનો લહાવો લેવા જેવો ખરો! 🙂



1 thought on “Monument Valley”

Leave a Reply