Food, Travel and Observations!

Horseshoe Bend

Horseshoe Bend

અમારા પ્રવાસના ત્રીજા દિવસે સાંજે અમે હોર્સ-શુ બેન્ડ ગયા હતા.

Horseshoe Bend વિષે: એરિઝોના રાજ્યમાં આવેલ Horseshoe Bend એ Lake Powell થી ૫ માઈલ (૮ કિમી) દુર આવેલ છે. કોલોરાડો નદી અહી ‘U’ ટર્ન લે છે. એટલે કે ઘોડાની નાડ જેવો આકાર બનાવે છે. એટલે એને  Horseshoe Bend કહે છે.

બહાર ગાડી પાર્ક કરી ૧.૫ માઈલ ( ૨.૭કિમિ) જેટલું ચાલીને તમે Horseshoe Bend જોઈ શકો. એકદમ સપાટ અને વિશાળ મેદાન જોતા જોતા આગળ વધો ને અચાનક એક ઊંડો ખાડો દેખાય અને પાસે જઈને જુઓ એટલે આંખો પહોળી જ રહ્યી જાય એવું દ્રશ્ય સામે જોવા મળે!

Horseshoe bend (1)
૧.૫ માઈલની હાઈક
Horseshoe bend (2)
સપાટ મેદાનમાં દુર થી દેખાતો ખાડો.

Horseshoe bend (5)

Horseshoe Bend-  તમે જોઈ શકશો કે જમણી તરફથી પાણી આવે છે અને ગોળ ફરીને ડાબી તરફ જાય છે.

Horseshoe bend (6)
Horshshoe bend નો પેનોરમા ફોટો 

Horseshoe Bendને જોવાનો અને ફોટો પાડવાનો સૌથી શ્રેષ્ઠ સમય સૂર્યોદય અથવા સુર્યાસ્ત છે. એટલે અમે સાંજે ગયા હતા અને સુર્યાસ્ત અહી જ માણ્યો હતો. અમે અહી જવાના હતા એ પહેલા આ જગ્યા વિષે ખુબ બ્લોગ વાંચ્યા હતા બધે એક વાત ખાસ હતી કે તમને અહી અલગ અલગ દેશના લોકો અવશ્ય મળશે. અને એમ જ થયું. એક ચાયનીઝ દંપતી મળ્યા હતા જે હનીમુન કરવા આવેલા. એક રશિયન ભાઈ મળેલા. અને બીજા ઢગલાબંધ ફોટોગ્રાફર.

Horseshoe bend (3)

Horseshoe bend (4)
અમારાં નખરાં 😀 

ત્યાં કિનારે સૂતા સૂતા Horseshoe Bendને જોવાની મજા લેવા જેવી ખરી!! 🙂

નોંધ: આ સ્થળ Antelope canyon થી, lake powell થી ખુબ નજીક છે એટલે ખાસ જવું અને જોવું બને તો સુર્યાસ્ત કે સૂર્યોદય સમયે.  (સૂર્યોદય-સુર્યાસ્તનો સમય જોઇને જવું).
કેમેરાનો લેન્સ બને એટલો Wide એન્ગલ લેવો જેથી આખ્ખો Horseshoe Bend સમાઈ શકે.



1 thought on “Horseshoe Bend”

Leave a Reply