Food, Travel and Observations!

Lake Powell

Lake Powell

અમારી ટુરના ત્રીજા દિવસે બપોર પછી અમે લેક પોવેલ, ગ્લેન કેન્યોન ડેમ જોવા ગયા અને સાંજે lake powell માં બોટ રાઈડ લીધી હતી.

લેક પોવેલ વિષે: અરિઝોના રાજ્યમાં આવેલો અને Lake Mead પછીનું માણસે બનાવેલ બીજા નંબરનું વિશાળ જળાશય એટલે Lake Powell. ૧૯૫૬ ની સાલથી કોલોરાડો નદીનું પાણી આ જળાશયમાં રોકી તેના પર બંધ બનાવી વિદ્યુતઉર્જા ઉત્તપન કરવામાં આવે છે. એ બંધનું નામ છે Glen Canyon Dam. જેનાથી વર્ષે ૩.૪૬ બિલિયન Kwh જેટલી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે.

Glen canyon dam (1)
માણસે બનાવેલુ વિશાળ – Lake Powell 
Glen canyon dam (3)
Glen Canyon Dam
Glen canyon dam (2)
પાછળ લેક પોવેલ 

આ લેકમાં બોટીંગ પણ કરી શકાય છે. એટલે અમે બોટની ટુર લીધી હતી.આ ટુર લેવા માટે glen canyon damના વિઝીટર સેન્ટર પરથી બધી માહિતી મળશે. ત્યાંથી પોઈન્ટ મરીના કરીને એક જગ્યા છે ત્યાં જવું પડે. ત્યાં ટુર લઈને અમે ૧ કલાક antelope canyons ને બહારથી lake powellના પાણી માંથી જોઈ.

point marina boat ride (8)
point marina પર. પાછળ antelope canyon

point marina boat ride (1)

point marina boat ride (5)

point marina boat ride (6)

point marina boat ride (3)
અમે બોટ માં 

અને બોટ રાઈડ પતાવી સાંજે ૫:૩૦ એ અમે Horseshoe band ગયા હતા. અહી ઉનાળામાં સુર્યાસ્ત રાત્રે ૮:૩૦ એ થાય એટલે અમે દરેક જગ્યા એ રાત્રે ૧૦ વાગ્યા સુધી રોકાઈ અને સુર્યાસ્ત અને રાતનું આકાશ જોઇને જ જતા. 🙂



1 thought on “Lake Powell”

Leave a Reply