Food, Travel and Observations!

Antelope Canyon

Antelope Canyon

અમારી ટુરના બીજે અને ત્રીજે દિવસે સવારે અમે એન્ટેલોપ કેન્યોન ગયા હતા. આ કેન્યોનને બીજું નામ આપવું હોય તો એક નામ નીકળે “Wow!” કેમ? એ તમે નીચે ફોટા જોઇને સમજી જ જશો!

જગ્યા વિષે: દક્ષિણ-પશ્ચિમ અમેરિકાના એરિઝોના, યુટાહ અને ન્યુ મેક્સિકો રાજ્યોમાં ૩ લાખ જેટલા અમેરિકાના મૂળ આદિજાતિ Navajo લોકો ટોટલ ૭૧૦૦૦ ચોરસ કી.મી. વિસ્તારમાં વસે છે જેને Navajo Nations કહે છે. આ પ્રજાને પોતાની સરકાર છે અને અલગ નિયમો પણ છે. આ Antelope Canyon એ Navajo Nationsનો જ ભાગ છે. એટલે આ Antelope Canyonની ટુરનું સંચાલન ત્યાંનાં સ્થાનિક Navajo લોકો જ કરે છે.  Antelope Canyonની ખાસ ૩ જ ટુર-સંસ્થા છે જેનું બુકિંગ અમે ૩ મહિના પહેલા કરાવેલું!

કેવી રીતે બની? : Navajo nationsમાં રહેલા લાલ રેતાળ પત્થરો(Red Sandstone)ના ધોવાણ(erosion)થી આ Canyonની રચના થઇ છે. આ ધોવાણ મુખ્યત્વે વરસાદ અને ચોમાસામાં અચાનક આવતા પૂરના કારણે થાય છે અને તેનાથી કાપાવાળી(slots) canyons બને છે.આ canyonને “the place where water runs through rocks” પણ કહે છે.

Canyons વિષે: Antelope Canyon ની સૌથી મોટી સુંદરતા એના લેયર્સ અને કેસરી રંગ છે. હું માનું છું ત્યાં સુધી કુદરતમાં પહાડોનો આટલો સુંદર કેસરી રંગ બીજે ક્યાય જોવા નહિ મળે!
Antelope Canyon ના મુખ્ય ૨ ભાગ છે. Upper Antelope Canyon અને Lower Antelope Canyon. બંનેની પોતાની અલગ અલગ વિશેષતા છે.
Upper Antelope Canyon ઉંધા “V” આકારની છે એટલે કે ઉપર થી સાંકડી અને નીચેથી પહોળી. અને એને જોવા જવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય છે સવારે ૧૦ થી ૧૨ ની વચ્ચે. કારણ કે એ સમયે સૂર્ય એકદમ માથાં ઉપર આવે અને canyonના નાના કાણામાંથી સૂર્યના કિરણો પસાર થઇ અંદર canyonમાં પડે જેને “Light Beams” કહેવાય છે એ જોવાનો લહાવો મળે. એટલે અમે સવારે ૧૧ વાગ્યાની ટુર લીધી હતી. Upper Antelope Canyon ઘણી અંદર છે એટલે તમને એ લોકો જીપમાં ૩-૪ માઈલ લઇ જાય અને canyon જોવાની જેમાં ૧ કલાક જેટલો સમય થાય. ત્યાનાં ટુર ગાઈડ પણ Navajo જ હોય એ લોકો કઈ રીતે ફોટો પાડવો જેથી સુંદર રંગો દેખાય, કેમેરામાં કયું સેટિંગ કરવું, ક્યાંથી સૌથી સરસ વ્યુ આવે એ બધું જ સમજાવે. અહી ખાસ photography tours પણ થાય છે!

હવે તમને ફક્ત Antelope Canyon ના દર્શન કરાવું. અને તમારા મોમાંથી “Wow” ના નીકળે તો પૈસા પાછા! 😀

upper
Upper Antelope Canyon ની entry – જીપમાં બેસીને અહી સુધી આવવાનું

Optimized-IMG_0363.JPG

ઉપર સૂર્ય પ્રકાશ

Upper Antelope canyon (8)

Upper Antelope canyon (7)

Upper Antelope canyon (2)
Light Beam- ગજબ છેને? 🙂

Lower Antelope Canyon “V” આકારની છે એટલે કે ઉપરથી પહોળી અને નીચેથી સાંકડી. એટલે આ canyonમાં ફરવા માટે સવારે ૯ થી ૧૧ વચ્ચે જવું જેથી એકદમ ઓછા સૂર્ય પ્રકાશમાં તમે canyonના રંગો માણી શકો. એટલે અમે બીજા દિવસે સવારે ૧૦ વાગે ગયા હતા. Lower Antelope Canyon નજીક જ હોવાથી ૧-૨ માઈલ ચાલીને જ જવાનું હોય. ગાઈડ બધીજ માહિતી આપતા જાય એ સૌથી સરસ વસ્તુ હતી. Lower Antelope Canyon જમીનના લેવલે છે અને તમારે અંદર ઉતરીને જવાનું.તમે એ વસ્તુ ફોટામાં જોશો.

Lower Antelope canyon (20)
lower Antelope canyon entry – ચાલીને જવાનું 
Lower Antelope canyon (17)
નીચેથી એટલી સાંકડી છેકે ઉપર ચડવા માટે સીડી મુકવી પડી છે.

Lower Antelope canyon (13)

Lower Antelope canyon (11)

Lower Antelope canyon (6)

Lower Antelope canyon (5)
ઉપરથી પહોળી છે એટલે સૂર્ય પ્રકાશ ઘણો બધો આવે છે. એટલે વહેલી સવારે જવું.

અહી પણ Light Beam જોવા મળે છે. એક ફોટામાં હું હાથમાં લઉં છું 🙂

Lower Antelope canyon (8)

Lower Antelope canyon (7)
આ છે lower antelope canyon ની Exit. અમારા ગાઈડ બહાર આવતા દેખાય છે. હવે સમજ્યા કેટલું સાંકડું છે?

આ બે દિવસે સવારે અમે એક જ રંગ જોયો અને એ હતો કેસરી 🙂 canyon ની રચના એટલી અદ્ભુત છે કે એમાં સૂર્ય પ્રકાશ આવે એટલે ગજબના રંગો બને છે.

હવે સાચું જ કહો આનું બીજું નામ “wow” હોવું જોઈએ કે નહિ? (અમારા ગાઈડે પણ છેલ્લે અમને આ સવાલ પૂછેલો 😀 )

નોંધ: ગમે ત્યારે તમે જાઓ ત્યારે ભીડ રહે જ છે. એટલે તમારે કોઈ પણ ફોટો ૫ સેકંડમાં પાડી લેવાની ટેવ પાડવી પડશે.
સાથે કેમેરા સિવાય કઈજ લઇ જવાની પરવાનગી હોતી નથી.
બંને canyons જોવી. અને અમે જોઈ એમ જ જોવી. બંને સવારે ૯ થી ૧૧ માંજ.
બપોર પછી antelope canyon ની નજીક ઘણી જગ્યાઓ છે જ્યાં તમે જઈ શકો.

Lower Antelope canyon (21)
DSLR કેમેરાનું સેટિંગ- Program Modeમાં 2 thoughts on “Antelope Canyon”

Leave a Reply