Food, Travel and Observations!

Hoover Dam

Hoover Dam

અમે લાસ વેગસ એરપોર્ટથી ગાડી ભાડે લઈને સૌથી પહેલા હુવર ડેમ જોવા માટે ગયા. એરપોર્ટથી ૩૦ માઈલ દુર (40 મિનીટ) છે.
ડેમ વિષે : હુવર ડેમ કોલોરાડો નદી ઉપર ૧૯૩૧ થી ૧૯૩૬ ની સાલમાં બનાવવામાં આવેલ છે અને નેવાડા અને એરિઝોના રાજ્યની બોર્ડર પર આવેલ છે. પ્રમુખ હર્બર્ટ હુવરના નામ પરથી આ ડેમ નું નામ પડેલ છે. હજારોની સંખ્યામાં કામદારોએ વર્ષમાં ૩૬૪ દિવસ સતત કામ કરી ૭ વર્ષનો પ્રોજેક્ટ ૫ વર્ષમાં પતાવ્યો. આ ડેમ દ્વારા વર્ષે ૪.૨ બીલીયન KWh જેટલી ઈલેક્ટ્રીસિટી ઉત્પન્ન કરવામાં આવે છે. જેના માટે એક જળાશય બનાવવામાં આવ્યું છે, lake Mead – જે અમેરિકાનું સૌથી મોટું માણસે બનાવેલ જળાશય છે. હુવર ડેમ એ અમેરિકાના સૌથી શ્રેષ્ઠ ૭ Modern civil Engineering wonders માનો એક ગણાય છે.

ત્યાં ડેમ ટુર હોય છે જેમાં ડેમ વિશેની નાની મુવી જોઈ પછી કેવી રીતે વિદ્યુત ઉત્પાદન કરવામાં આવે છે એ જોવા ગયા જેમાં અમે ૫૪૦ ફૂટ ઊંડે લીફ્ટમાં બેસીને ગયા અને અંદર કાળા પથ્થર (Black Canyon) ને કોતરીને કેવી રીતે મશીન બનાવ્યા છે એ જોયું.

આ હુવર ડેમ નો પહેલો વ્યુ. આની પાછળ લેક મીડ અને નીચે વિદ્યુતઉર્જા ઉત્તપન કરવામાં આવે છે.

Optimized-IMG_9847

આ હુવરડેમની પાછળનો Lake Mead- અહી પાણીનો સંગ્રહ કરી વિદ્યુત ઉર્જા ઉત્પ્પન કરવામાં આવે છે.

Optimized-IMG_9853

આ હુવર ડેમની ઉપર જ ઉભા છીએ પાછળ ૧૯૦૫ ફૂટ લાંબો ૨૦૧0 માં તૈયાર કરવામાં આવેલો Mike O’callaghan- pat tillman memorial bridge છે જેના ઉપરથી એકદમ સામેથી હુવર ડેમ દેખાય છે જે તમે નીચેના ફોટામાં જોશો.

Optimized-IMG_9850 Optimized-IMG_9841

આ બ્રીજ પર સામે જઈને પાડેલો ફોટો. Lake Mead, Dam અને Electricity generation station સાફ જોઈ શકાય છે.Optimized-IMG_9894

અમે ડેમ ટુર લીધી હતી ત્યાં ૫૪૦ ફૂટ નીચે ગયા હતા એ પાવર પ્લાન્ટ ની જગ્યા.

Optimized-IMG_9817