Food, Travel and Observations!

Grand Canyon National Park

Grand Canyon National Park

અમારી ટુરના પહેલા દિવસે સાંજે અને બીજા દિવસે અમે ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્ક ફર્યા.

પહેલા નેશનલ પાર્ક વિષે: 
Seven Natural Wonders of the World માં જેનો સમાવેશ થાય છે એવો Grand Canyon National park એ એરિઝોના રાજ્યમાં આવેલો લગભગ ૧૨ લાખ એકર વિસ્તાર ધરાવતો ૧૯૧૯ ની સાલમાં શરુ કરાયેલો national park છે. લગભગ ૨ બિલિયન વર્ષ જમીન નીચેની પ્લેટો અથડાઈ અને એના કારણે જમીનનો અમુક ભાગ અલગ અલગ પત્થરોના પડ ધરાવતો પહાડ બન્યો.ત્યારબાદ ૭૦ મિલિયન વર્ષ પહેલા આ પથરાળ પહાડો ઉપર ઉચકાયા અને ૫-૬ મિલિયન વર્ષ પહેલા કોલોરાડો નદી તેમાંથી પસાર થઇ અને જમીનનું ધોવાણ કરતી ગઈ અને અદ્ભુત ખીણો(canyon) બનાવતી ગઈ. આ canyon (ખીણ) કોતરાવાની પાછળ કોલોરાડો નદી જવાબદાર છે.અને એટલું વિશાળ છે એટલે જ એને Grand Canyon નામ આપવામાં આવ્યું. Grand Canyonમાં કોલોરાડો નદી વહે છે એ ૨૭૭ માઈલ (૪૪૬ કિમી) લાંબી, ૧૮ માઈલ (૨૯ કિમી) સુધી પહોળી અને ૧ માઈલ(૧.૬ કિમી) ઊંડી છે.

આ park ને મુખ્યત્વે ચાર બાજુથી જોઈ શકાય છે. North,South,East અને West.અમે West,East અને South rim બાજુથી વિશાળ ખીણો જોયી. North rim ખુબ જ નાની છે. એટલે અમે પહેલા દિવસે સાંજે વેસ્ટ બાજુથી ગયા અને બીજે દિવસે સાઉથ રીમ ગયા હતા.બંને જગ્યાએ જવા માટે ૨3૦ માઈલનું -૩5૦ કિમી (૪ કલાક) અંતર કાપવું પડે.નીચેના ફોટામાં તને સાફ જોઈ શકશો. (Grand Canyon ઉપરથી કેવી દેખાય છે એ પણ અંદાજો આવી જશે)

gc.png

હુવર ડેમથી grand canyon જતા હતા ત્યારે રસ્તામાં આવેલા જોશુઆ ઝાડના જંગલો અને દુર દેખાતા પહાડો.

Optimized-IMG_9942
Grand canyon ની શરૂઆતનો સૌથી પહેલો વ્યુ

Grand Canyon West: વેસ્ટ રીમ એ નાનો અને ખાસ પ્રવાસીઓ માટે દુરસ્ત વિસ્તાર છે. ત્યાનું પ્રવાસ નિયમન ત્યાના મૂળ Hualapai (વાલ્હુપાઈ) લોકો કરે છે. ત્યાનું સૌથી સારું આકર્ષણ છે skywalk. કાચ અને લોખંડની પારદર્શક રીંગ બનાવવામાં આવી છે જેની ઉપર જઈને તમે ગ્રાન્ડ કેન્યનને ઉપરથી જોઈ શકો. skywalk ૪૦૦૦ ફૂટ ઉચું છે (દુબઈના બુર્જ ખલીફાથી બે ઘણું ઉચું).

ડાબી બાજુ ઉપર છે એ skaywalk અને વિશાળ ખીણો વચ્ચેથી વહેતી કોલોરાડો નદી 🙂  આ જગ્યાનું નામ Eagle પોઈન્ટ છે.

એ દિવસે સાંજે ખુબ સુંદર વાતાવરણ હતું. અમે વરસાદમાં grand canyon માણવા મળ્યું. સુંદર મેઘધનુષ પણ જોવા મળ્યું 🙂

Grand Canyon (10)
મેઘધનુષ
Grand Canyon (9)
ખીણોની વચ્ચેથી નીકળતી કોલોરાડો નદી 🙂

ત્યાં અમે પહોચીને ટુર લીધી કેમ કે ત્યાં ખાનગી વાહનો લઈને બધે ફરી ના શકો. ટુરની બસમાં તમને અલગ અલગ પોઇન્ટે ફરવા માટે લઇ જાય. ત્યાં ઉતરીને જગ્યા જોઈ બીજી બસમાં બીજા પોઇન્ટે જવાનું હોય.

Optimized-IMG_0059
Guano point – અહી અમે નાનો પહાડ ચડીને છેક ઉપર ગયા હતા.

Optimized-IMG_0046

South Rim: Grand canyonની સૌથી પ્રખ્યાત અને સૌથી વધારે પ્રવાસીઓનો ઘસારો ઘરવાનારો ભાગ. અહીંથી grand canyon સૌથી સુંદર દેખાય છે. અહી તમારે entry fee ના ૩૦$ ભરી visitor center પર જઈને તમારી ગાડી પાર્ક કરીને બધેજ પાર્કની બસમાં ફરવાનું.

map.png
પાર્કની બસનો રૂટ

વિઝીટર સેન્ટર પર પહેલા પાર્કની બધી માહિતી,નકશા આપવામાં આવે જેથી તમે જાતે ફરી શકો. એક પોઈન્ટ થી બીજે જવા નાની પગદંડી(trail) તો ખરીજ!. અહી ટોટલ ૪ પ્રકારના રૂટવાળી બસો ફરે છે. Red, Blue, Purple ,Orange. દરેક બસ ઉપર રૂટના નામ લખેલા હોય અને તમારે જ્યાં જવું હોય એ પ્રમાણે બેસી જવાનું. જે પોઇન્ટે ઉતરવું હોય ઉતરી જવાનું. અને દરેક ૧૦ મિનીટ પછીની બીજી બસમાં બેસીને બીજા પોઇન્ટે જવાનું. આખો પાર્ક આ રીતે ફરતા ૬-૭ કલાક જોઈએ.

1C42248F-155D-451F-67DB39AABA05AB68-large.jpg

સૌથી સુંદર (Scenic) Red રૂટ છે. Blue રૂટમાં લોજ અને માર્કેટ છે. અમે સૌથી પહેલા Orange રૂટ ઉપર ચાલીને ગયા. Rim trail પરથી ચાલતા Mather point થી Geology museum સુધી ગયા.

 

grand canyon (3)
Mather point

grand canyon (4)

 

grand canyon (2)

grand canyon ૧ (2)
rim trail પાસે એક જગ્યા આવેલી જ્યાં થોડો પહાડ ઓળંગીને એના છેડે બેસીને grand canyon નો પેનારોમિક વ્યુ અમે લીધેલો 🙂

grand canyon ૧ (3)

ત્યાંથી અમે Red રૂટની બસમાં બેસીને અલગ અલગ પોઈન્ટથી grand canyon જોયી. રેડ રૂટના દરેક પોઈન્ટ પરથી કોલોરાડો નદી બહુજ સ્પષ્ટ જોઈ શકાય છે. તેના કરતા સુન્દર બીજે ક્યાયથીય જોવા નથી મળી.

grand canyon (5)
TrailView overlook પોઇન્ટે પડેલો પેનારોમિક ફોટો.
grand canyon (6)
વાદળો,નદી અને ખીણો 🙂
grand canyon ૧ (5)
Pima point – પાછળ કોલોરાડો નદી

grand canyon ૧ (4)

grand canyon (1)
powell પોઈન્ટ
grand canyon (7)
શું અદ્ભુત લેયર પડે છે સુર્યાસ્ત સમયે 🙂
Grand Canyon (1)
skywalk પાસે પાડેલો અમારો નખરા કરતો ફોટો 😀

નોંધ: અહી લોજમાં જમવાની વ્યવસ્થા ખરી પણ એક દિવસમાં સાઉથ રીમ ફરવું હોય તો જમવાનું સાથે લેવું સારું જેથી સમય બચે.
અહી grand canyon ને એકદમ પાસેથી જોવી હોય તો ટ્રેલ છે જે કોલોરાડો નદી પાસેથી અને ખીણોમાં નીચે જઈને તમે કરી શકો પણ આખી ટ્રેલ પતાવવા માટે ૧ દિવસ જોઈએ. પણ એ ટ્રેલ દુનિયાની શ્રેષ્ઠ ટ્રેલમાંની એક છે.

કેવી રહ્યી મારી સાથેની સફર? 🙂

 



1 thought on “Grand Canyon National Park”

Leave a Reply