Food, Travel and Observations!

Yosemite National Park

Yosemite National Park

આ રવિવારે(૨૨/૦૫/૨૦૧૬) અમે મિત્રો સાથે Yosemite National Park ફરવા ગયા હતા. અમારા ઘરથી ૧૬૦ માઈલ (૨૬૦ કિમી) દુર આવેલ છે. અમે સવારે ૫:૩૦ વાગ્યે નીકળ્યા હતા. રસ્તા ખુબ ઢોળાવ અને વણાંકવાળા હતા.

થોડુક Yosemite National Park વિષે : Yosemite National Park એ કેલીફોર્નીયામાં આવેલો 747,956 એકર વિસ્તાર ધરાવતો નેશનલ પાર્ક છે. આ પાર્ક તેના વિશાળ ગ્રેનાઈટની ભેખડોવાળા પહાડ, ધોધ, વહેતા ઝરણા અને મહાકાય સીકુઆ (sequoia)ના વૃક્ષો માટે પ્રખ્યાત છે. વર્ષે આશરે ૪ મિલિયન પ્રવાસીઓ આવે છે. આ પાર્કમાં કોઈજ માનવી વસાહતો નથી. Galen Clark અને John Muir નામનાં બે વ્યક્તિઓએ આ પાર્કના વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો. આ પાર્કની ઉચાઇ (elevation) ૨૧૦૦ ફૂટ થી ૧૩૦૦૦ ફૂટ સુધીની છે. માનવામાં આવે છે કે ૧ મિલિયન વર્ષ પહેલા બરફવર્ષા થી હિમનદી (glacier)  રચાઈ અને નદીના વહેણે પહાડ કોતર્યો છે અને બરફની નીચેની તરફ વહેવાની આ ક્રિયાએ U આકારની ખીણ બનાવી છે. આ પાર્કમાં ૩૨૦૦ નાના તળાવ અને ૨ મોટા જળ સરોવર છે. શિયાળામાં પડેલા બરફ પીગળવાને કારણે એપ્રિલ, મે અને જુન મહિનામાં પાણીના ધોધ અને ઝરણા જીવતા થાય છે.ઉનાળામાં આ ઝરણા સુકાઈ જાય છે.

અહી તમે પાર્કમાં પહોચો એટલે visitor center હોય જ્યાં ગાડીના $૩૦ ફી ભરીને એક અઠવાડિયાનો પાસ મળે. ત્યાંથી તમને પાર્કનો નકશો અને જોવા લાયક જગ્યાની યાદી આપે. મોબાઈલમાં નેટવર્ક ના આવે એટલે નકશાના સહારે જ પાર્ક ફરવાનો. એક વાર અંદર જાઓ એટલે નકશામાં બતાવેલા પાર્કિંગ વિસ્તારમાં ગાડી પાર્ક કરી ત્યાંથી તમારે એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે પાર્કની બસનો ઉપયોગ કરવાનો. બસમાં ફરવાની કોઈજ ફી નહિ. કુલ ૨૧ સ્ટેશન હોય જેમાં તને ગમે તેટલી વાર જઈ શકો અને દર ૨૦ મીનીટે બીજી બસ મળે. બસના સ્ટોપે ઉતરીને તમે ચાલીને અંદરની જગ્યાઓ ફરી શકો. અમે પાર્કના Yosemite valley વિસ્તારમાં ફરવા ગયા હતા. જેનો નકશો નીચે છે.
(નકશામાં P લખેલા પાર્કિંગ, પીળી લીટી છે એ શટલ બસનો રૂટ)

map.png

આ ભાગમાં જોવા લાયક સ્થળો- Yosemite Valley, Glacier Point, Mirror Lake, Upper and Lower Yosemite waterfall, Bridalveil Fall

સૌથી પહેલા અમે જોયેલો વ્યુ પોઈન્ટ. દુર જે ધોધ દેખાય છે એ છે Bridalveil Fall

ત્યાં પછી  Yosemite Valley જોઈ. તેને Yosemite park નો પહેલો વ્યુ પોઈન્ટ કહેવાય. જ્યાંથી Half dome, El capitan, Bridalveil Fall અને પાઈનના અસંખ્ય વૃક્ષો દેખાય 🙂

El capitan – આ પર્વત સૌથી ઉંચો અને એકદમ સપાટ ઉભો છે.પર્વતારોહણ કરવા માટેનો વિશ્વનો સૌથી પ્રખ્યાત પર્વત છે આ. (નીચેના ફોટામાં અમારી ડાબી બાજુએ)

Half dome – આ પર્વત એના આકારના કારણે પ્રખ્યાત છે. અડધો ભાગ ગોળાકાર અને અડધો એકદમ સપાટ જાણે કાપી દીધો હોય. (નીચેના ફોટામાં વચ્ચે નાનકડો ડોકાય છે)

Bridalveil Fall – ૧૮૮ મીટર(૬૧૭ ફૂટ) ઉચો પાણીનો ધોધ.(નીચેના ફોટામાં અમારી બંનેની વચ્ચે)

Yosemite (19)

સૌથી ઉચો El Capitan, થોડુક ડોકિયું કરતો Half Dome, અમારી બંનેની વચ્ચે Bridalveil Fall અને પાઈનના વૃક્ષો

આ બંને ફોટા એક જ જગ્યાના છે પણ પહેલો મે મહિનાનો અને બીજો ઓગસ્ટ. તમે જોઈ શકશો કે ધોધ સુકાઈ ગયો છે.

પછી અમે Glacier Point જવા નીકળ્યા પણ બરફ પડ્યો હતો તેથી રસ્તો બંધ કરવામાં આવેલો હતો. (Glacier Point એ સૌથી ટોચની જગ્યા છે જ્યાંથી તમે પાર્કને સૌથી ઉપરથી જોઈ શકો.)

ત્યાંથી અમે ઉપર દેખાતા Bridalveil Fall ને નજીક થી જોવા માટે ગયા. અમે બસ સ્ટોપ નંબર ૧ પાસે અમારી ગાડી પાર્ક કરી હતી પછી બસમાં બેસીને ત્યાંથી ૮માં સ્ટોપ એ ઉતારીને ચાલતા ફોલ જોવા ગયા હતા.

શટલ બસ. ભીડ હોવાથી ઉભા રહીને ગયા હતા.

પછી અંદર ચાલતા એકદમ નજીકથી જોવા ગયા હતા.

Yosemite (14)

Yosemite (2)
આ છે yosemite waterfalls 

upper yosemite waterfall ૧૪૩૦ ફૂટ ઉચો છે જે વિશ્વના ઉચા ૨૦ ધોધમાનો એક ગણાય છે.એ ઉપરનો મોટો ધોધ દેખાય છે એ છે Upper fall અને નીચે ઝાડની ઉપર દેખાય છે એ છે lower fall. અમે આ lower fall ને જોવા માટે ગયા હતા. ૨ માઈલ જેટલું ચાલવાનું હતું. upper fall જોવા માટેની પણ હાઈક છે પણ એમાં ૬ થી ૮ કલાક થાય એટલે હવે ફક્ત એ કરવા માટે ફરીથી જવાના છીએ.

ત્યાં ચાલતા જતા રસ્તામાં નાનકડું તળાવ આવે અને પાછળ ધોધનો બીજો વ્યુ દેખાય. નીચેના ફોટામાં અમે હમણાં ગયા એ અને ગઈ સાલ ઓગસ્ટમાં ગયા હતા એના છે. ઓગસ્ટમાં ધોધ સુખાયેલ છે.

થોડાક નજીક..

હવે ધોધથી એકદમ નજીક.

lower fall ની નીચેથી પડેલો ફોટો. તમે અંદાજો લગાવી શકશો કે upper fall કેટલો વિશાળ હશે.!

ધોધ જોઇને પાછા ફરતા બીજો વ્યુ. ફરીથી મે મહિના અને ઓગસ્ટ મહિનાનો ફર્ક.  આ ધોધને અલગ અલગ દિશામાંથી જોવાનો જ સૌથી અદ્ભુત અનુભવ છે 🙂

ત્યાંથી અમે બસમાં ૧૭ નંબરના સ્ટોપએ ઉતર્યા અને ચાલીને Mirror lake જોવા ગયા હતા. અહી પાણીનું સરોવર છે.  પાણી એકદમ શાંત અને સ્થિર હોવાથી પર્વતનું પ્રતિબિંબ પાણીમાં સાફ જોઈ શકાય છે.

Yosemite (29)
છેને અદ્ભુત? 🙂

હસતા,વાતો કરતા, નવા અનુભવો અને પગ દુખ્યાની બુમો પાડતા અમે પાછા ફર્યા 🙂

Yosemite (13)

ત્યાં મને નાનકડી મિત્ર મળી હતી. 🙂 બહુજ નીડર ખિસકોલી હતી મારા હાથમાંથી ખાવા આવી હતી 🙂

IMG-20160524-WA0015

જંગલમાં ભેળ, થેપલા, હાંડવો ખાતા અમે 😀

Yosemite (4)

yosemite fall સાથે 🙂

Yosemite (6)

ચાલતા જતા આવેલ ઘાસના મેદાનમાં- અનુજ,હું, ધરા, વિનયભાઈ

Yosemite (26)

ત્યાંથી અમે અમારી ગાડી લેવા આવ્યા ત્યારે અમારી સામે જ એક બહેન ૨ કલાકથી જંગલમાં પહાડોને પોતાના કેનવાસ પર ઉતારતા હતા 🙂 એમની સાથે ખુબ વાતો કરી. અહીની મારી ગમતી બાબત- અહી લોકો પોતાને ગમતું કરવામાં માને છે અને એ પણ કોઈને બતાવા માટે નહિ, પણ પોતાના માટે 🙂

એક વાત- ઉપર મુકેલા નકશામાં તમે campground નો સિમ્બોલ જોઈ શકશો. અહી જંગલમાં અલગ વિસ્તાર રાખવામાં આવેલ છે જ્યાં તમે તંબુ લઈને રહી શકો. જંગલમાં તંબુ લઈને રોકાવાને Camping કહે છે. એટલે તમે અહી આવો એટલે એક અઠવાડિયાનો પાસ મળે અને આ campground તમારે ઓનલાઈન અગાઉથી બુક કરવા પડે. જેનું બુકિંગ ૬ મહિના પહેલા ભરાઈ જાય છે!

 

 3 thoughts on “Yosemite National Park”

  • Got the link to this blog while we are still planning for our long weekend Yosemite visit. It feels so nostalgic to read a gujarati travel blog – the kind of ones I used to write in my schooling. Such a beautiful narration you have made there! The simplicity in the expression makes it even more elegant. One of the good-reads I have had in recent times – Thank you !

Leave a Reply