Food, Travel and Observations!

અલગારી રખડપટ્ટી

અલગારી રખડપટ્ટી

લેખક: રસિક ઝવેરી
કિંમત: ૧૦૦ રૂ.
પાનાં : ૧૨૪
પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર

આ પુસ્તક વાંચીને બે પ્રયોગમાં સફળતા મળી. (૧) આ પ્રવાસ પુસ્તક છે.(Travelogue). મે આની પહેલા કદી પ્રવાસપુસ્તક વાંચેલ ન હતું. (૨) આ પુસ્તક મે મને અનુજે સાથે વાચ્યું.રોજ રાત્રે જમીને ૩૦ મિનીટનો સમય ફાળવતા. હું વાચું અને અનુજ સાંભળે અથવા અનુજ વાંચે અને હું સાંભળું.
બંને પ્રયોગ ખુબ સાર્થક નીવડ્યા. વાંચવાની અને લેખક જોડે ફરવાની ખુબ મજા પડી 🙂

વાર્તા કઈક આમ છે. ૧૯૬૫ ની ૨૦ જુને લેખક રસિક ઝવેરી એમની દીકરી ભાનુ અને જમાઈ આનંદ પાટીલને મળવા અને ફરવા માટે લંડન જાય છે. સ્ટીમરની સફરથી લઈને, લંડનના અનુભવો, પ્રસંગો,વાતચીતો બધું એકદમ સરળ ભાષામાં લેખકે લખ્યું છે. વર્ણન એટલું રસદાર છે કે લેખકની સાથે તમે લંડન ફરતા હોવ એમ જ લાગે અને પુસ્તક ફરી વાંચવાનું મન થાય  🙂

જયારે લેખક ૧૯૬૫ માં લંડન જવાનું નક્કી કરે છે ત્યારે એમની પાસે પૂરતા પૈસા પણ નહતા. તેથી તેમના મિત્રોએ ભેગા મળીને ગુજરાતી રંગભૂમિ કાર્યક્રમ કર્યો અને પૈસા ભેગા કર્યા. માર્કોની સ્ટીમરમાં પેસેજ બુક કરાવ્યાથી માંડીને મેડીકલ રીપોર્ટ કઢાવા સુધીનું કામ પતતા ૨ મહિના લાગ્યા.

લેખકે સફર દરમિયાન ભારત અને લંડન વિષે જે અનુભવ્યું છે એનું સંક્ષિપ્ત તેમણે પ્રસ્તાવનામાં લખેલું છે. જેના ફોટા મુકું છું.

IMG_20160518_134547

IMG_20160518_134554

IMG_20160518_134731IMG_20160518_134736

લેખકની દીકરી અને જમાઈ સવારે એમને oxford street પર ઉતારી દે અને લેખક રહ્યા ત્યાં સુધી પગપાળા ફરીને લંડન દર્શને રખડવા નીકળી પડે. ત્યાના લોકો સાથે વાતો કરે, અલગ દુકાનો/મોલ માં ફરવા જાય, લાયબ્રેરી ને પબમાં બેસે અને નવા અનુભવો મેળવતા રહે.

‘ફોઇલ્સ બુક શોપ’માં લેખક વાચવા જાય તે સમયનો એક અનુભવ લખું: “સૌથી વધુ મને ગમે ચરીંગ ક્રોસ પાસેની જગવિખ્યાત ‘ફોઇલ્સ બુક શોપ’.ત્યાં પાર વિનાનાં પુસ્તકો અને પર વિનાનાં વિભાગો. એની અભરાઈઓ હું કલાકો સુધી ફેન્ધા કરું. ત્યાં તમારે કોઈ પુસ્તક ખરીદતા પહેલા જોઈ જવું હોય તો ખુશીથી વાંચી શકો એવી સગવડ અને છૂટ.એક સજ્જન રોજ એક ચોક્કસ પુસ્તક વાંચવા આવે. સાંજે અધૂરું હોય ત્યાં નિશાની માટે બુકમાર્ક મૂકી રાખે.વિભાગના કર્મચારીના ધ્યાનમાં આ વાત હતી જ. કોઈ ગ્રાહકે એ પુસ્તક ખરીદવાની મરજી બતાવી. તપાસ કરતા ખબર પડી કે પેલા સજ્જન વાચતા હતા એ તો ચોપડીની આખરી પ્રત હતી. ગ્રાહકને ખુબ વિનયથી સમજાવવામાં આવ્યું કે,’કોઈ જિજ્ઞાસુ આ પુસ્તક વાંચે છે.તેઓ બુકમાર્ક મૂકી ગયા છે. હવે થોડા જ પાનાં વાંચવાના બાકી લાગે છે. આજકાલમાં તેઓ આવશે એટલે, તેમણે પૂછ્યા પછીજ આ પરત અમે આપણે વેચી શકીશું!’ “

તે ઉપરાંત પીટર રોબીન્સની દુકાનમાં થયેલ અનુભવ, પબ(દારૂના પીઠા) નું મુલાકાત વિષે, બીજી ગણી દુકાનો જેવી કે હેરોડ્ઝ, વુલ્વર્થ,સેલ્ફરીજીસ,ઓઉટ સાઈઝ, મધરકેર , થીએટરની મુલાકાત, અને ઘણું બધું બહુ સરસ રીતે આલેખ્યું છે.

IMG_20160518_141134
રંગભેદ વિષે 

લંડનના લોકોના નૈતિક ધોરણો, શિસ્ત , ફેશન અંગે..

IMG_20160518_141350IMG_20160518_141401IMG_20160518_141442

એકવાર આ પુસ્તકને વાંચવા જેવું ખરું! 🙂Leave a Reply