Food, Travel and Observations!

Cherry picking

Cherry picking

અમેરિકામાં ઉનાળાના મે-જુન મહિનામાં ચેરી પીકિંગ (ચેરી નામના ફળને ચૂંટવા અને ખાવાની ક્રિયા)ની મોસમ આવે. ઉનાળાના આ ૨ મહિના ખુબ ચેરી થાય જેથી ખેતરો સામાન્ય માણસો માટે ખુલ્લા મુકવામાં આવે.અહી આપણા દેશની જેમ મજુરો બહુ ઓછા મળે એટલે આ ખેતરોના માલિક આ ૨ મહિના વેપાર કરે.ખુબ મોટા ખેતરો હોય જેમાં અસંખ્ય ચેરીના ઝાડ હોય.. તમારે ત્યાં જઈને ચેરી તોડીને જેટલી ખવાય એટલી ખાવાની અને લઇ જવી હોય એટલી ખરીદીને લઇ જવાની.. ત્યાં જાઓ એટલે તમને એક ડોલ આપે, જેમાં ૧૦-૧૨ lb (5 કિલો) ચેરી ભરી શકો. ૧ lb ના ૩.૫ ડોલર કિમત હોય. તમે ખેતરમાં મફતમાં જેટલી ખાવી હોય એટલી ચેરી ખાઈ શકો પણ ડોલમાં જે ભરો એના પૈસા ચૂકવીને ખરીદીને લઇ જવી પડે.

ઉપરના ફોટામાં ચેરીના ઝાડની હારમાળા તમે જોઈ શકશો

ચેરીના ઝૂમખાં અને ઝાડ પર ચડેલા હું અને અનુજ 🙂

અમારા ઘરથી ૬૦ માઈલ (૯૬કિમિ) દુર બ્રેન્ટવુડ નામનું શહેર આવેલું છે જ્યાં ચેરીના ઘણા બધા ખેતરો છે. અમને ગાડીમાં પહોચતા ૧.૫ કલાક થયા હતા. અમે રવિવારે(૧૫/૦૫/૨૦૧૬) nunn better farmમાં  હતા.

IMG_20160515_151923.jpg
બ્રેન્ટવુડ જવાનો રસ્તો- સોનેરી રંગના સુકા ઘાસ વાળા પર્વતો અને એના પરની પવનચક્કીઓ 

તાજી ચેરી ઝાડ પરથી ખાવાની મજા જ કઈક અલગ હોય! અને બીજો ફાયદો એ કે ચેરી ખાઈને પેટ બહુજ સરસ સાફ થાય (હા હા હા). ઝાડ પર ચડવાની.. ચેરી ખાતા ખાતા ડોલમાં ભરવાની મજા પડે. આછા રંગની ચેરી, એકદમ લાલ રંગ ની ચેરી, ઘેરા લાલ રંગની ચેરી બધાના સ્વાદ અલગ અલગ લાગે. ઘણા બધા લોકો આવ્યા હોય. ઘણી લાંબી લાઈનો હોય.

IMG_20160515_114422.jpg
ખાલી ડોલ લેવા માટેની લાઈન (છેલ્લે ડોલ પાછી આપવાની પણ આટલી જ હોય)

IMG_20160515_120017
ફોટામાં ચેરી ફોકસમાં નથી તો પણ સરસ લાગે છે 🙂

IMG_20160515_121235.jpg

IMG_20160515_123107
છેલ્લે ચેરી ભેગી કર્યા પછી – ચેરીના ઠળિયાને દારૂગોળો અને મોઢાને પિસ્તોલ બનાવી ગોળીબાર રમવાની મજા (હાહા)

🙂



Leave a Reply