Food, Travel and Observations!

Hike to Castle Rock State Park

Hike to Castle Rock State Park

આ રવિવારે અમે સાયકલ ચલાવાને બદલે હાઈક એટલે કે જંગલમાં ચાલવા જવાનું નક્કી કર્યું. અમે બપોર પછી કેસલ રોક સ્ટેટ પાર્ક ગયા હતા. કેલીફોર્નિયા રાજ્યનો સ્ટેટ પાર્ક છે જે સાન્તાક્રુઝના પહાડો પર આવેલો છે એટલે કે પહાડોને કોતરીને રોડ બનાવેલા છે. તમે ગાડી, મોટર સાયકલ કે બાઈક લઈને પહાડ પર જઈ શકો. અમારા ઘરથી ૨૦ માઈલ (૩૨ કિમી) દુર આવેલ છે એટલે પહોચતા ૫૦ મિનીટ થાય. એ દિવસે વાતાવરણ ખુબ સરસ હતું. વાદળછાયું.. 🙂

park
નકશામાં પાર્ક
IMG_20160508_165916
પહાડ પર ચડતી વખતનો રસ્તો – આ ધુમ્મસ નથી વાદળો છે 🙂

અહી પાર્કમાં પણ ટ્રેલ બનાવેલી હોય. ટ્રેલ એટલે નાનકડી કેડી જેના પર તમે જંગલની અંદર ચાલીને જઈ શકો. ત્યાં જે જગ્યાએથી ટ્રેલ જતી હોય એ જગ્યાએ ગાડીના પાર્કિંગની વ્યવસ્થા હોય જેથી ગાડી મૂકી તમે ચાલવા જઈ શકો.

IMG_20160508_162016
ટ્રેલ પર ચાલવા જતી વખતે પડેલ ફોટો
trail
તમે જોઈ શકશો કે ટ્રેલનો રસ્તો બતાવ્યો છે. અમે આ skyline trail પર ગયા હતા.
IMG_20160508_161956
આવી રીતે બોર્ડ પર ટ્રેલની માહિતી લખેલી હોય.
IMG_20160508_162236
જંગલમાં ચાલતો અનુજ 🙂
IMG_20160508_163647
છેક ઉપર પહોચ્યા ત્યારે દુર શહેર દેખાતું હતું

ટ્રેલ પર ચાલ્યા પછી ત્યાંથી ઘરે પાછા વળતા રસ્તામાં એક બહુજ સુંદર જગ્યા આવી હતી જ્યાં ઉભા રહીને જુઓ એટલે માત્ર બે જ રંગ દેખાય- વૃક્ષોનો અને આકાશનો 🙂

IMG_20160508_170434.vr.jpg
એ જગ્યા અને પાર્કિંગનો પેનોરમાં ફોટો
IMG_20160508_170248.jpg
ઉપરના ફોટામાં હું જે જગ્યાએ ઉભી છું ત્યાંથી લીધેલો ફોટો… છેને સુંદર? 🙂

IMG_20160508_171133.vr.jpg

આ એક જ જગ્યાના ૨ ફોટા છે. અમે ચાલીને આવ્યા પછી વાદળ એકદમ નીચે આવી ગયા હતા. 🙂

 

 

 

 



Leave a Reply