Food, Travel and Observations!

Bike to San Francisco

Bike to San Francisco

આ શનિવારે(૩૦/૪/2016) અનુજે નવો અનુભવ કરવાનું નક્કી કર્યું. પ્લાન બન્યો કે ઘરેથી બંને ની સાયકલો ગાડી પાછળ બાંધીને સાનબ્રુનો નામના શહેરમાં જવું ત્યાં અનુજની ઓફીસ આવેલી છે (યુ ટ્યુબની મુખ્ય ઓફીસ ત્યાં આવેલી છે) ત્યાં ગાડી મૂકી સાયકલ લઈને સાન ફ્રાન્સિસ્કો જવું ત્યાંથી ટ્રેનમાં સાનબ્રુનો આવી ઓફીસથી ગાડી લઈને ઘરે પાછુ આવવું. અને એમ જ થયું. અમે ૪૧કિમિ સાયકલ ચલાવી 🙂

અમે ઘરેથી સાયકલ લઈને નીકળી પડ્યા. ઘરથી ૩૦ માઈલ (૪૮ કિમી) દુર અનુજની ઓફીસ પહોચ્યા. હાયવે -૨૮૦ પરથી ગયા. બહુજ સુંદર રસ્તો છે 🙂 બંને તરફ વૃક્ષો અને પહાડોથી ઘેરાયેલો વાંકાચૂકા રસ્તાવાળો હાયવે.

IMG_20160430_133143રસ્તા બહુજ અઘરાં અને ઉતાર-ચડાવ વાળા હતા અમારી ગેરવાળી સાયકલને સૌથી છેલ્લા ગેરમાં રાખીને ચલાવી પડતી હતી. પણ રસ્તાની આજુ બાજુની સુંદરતા અને વિવિધતા ઘણી હતી. સોસાયટીમાંથી, હાય-વે પરથી, પાર્કમાંથી, જંગલમાંથી, દરિયા કિનારેથી, શહેરના ગીચ વિસ્તારમાંથી પસાર થવાનો અનુભવ મળ્યો 🙂 ગાડી પર કેટલી સરળતાથી ફરી શકાય એ સમજાયું.

IMG_20160430_150036
સોસાયટીમાં થી પસાર થતા 
IMG_20160430_151258
જમણી તરફ ડુંગર અને નાનું ગામ 
IMG_20160430_160022
રસ્તામાં આવેલું તળાવ

રસ્તામાં આવેલું પ્રાણી-સંગ્રાહલય.

IMG_20160430_162251
ડાબી તરફ સાન ફ્રાન્સિસ્કોનો દરિયાકિનારો 

ત્યાંથી અમે સાન ફ્રાન્સિસ્કોના પ્રખ્યાત ગોલ્ડન ગેટ પાર્ક ( ૧૦૧૭ એકર વિસ્તાર ધરાવે છે) માંથી પસાર થઈને નીકળ્યા હતા.

IMG_20160430_171659
પાર્કમાં ઢગલાબંધ લોકો સાયકલ ચલાવતા, રમતા, વાંચતા , આરામ કરતા મળે 
IMG_20160430_172811
આઝાદ રમતા કુતરા 

ત્યાં પાર્કમાં અમે થોડો સમય આરામ કરેલો અને ખાધું હતું.

IMG_20160430_172819
આરામ ફરમાવી રહેલી મારી સાયકલ 

IMG-20160430-WA0034

ત્યાંથી અમે સાન ફ્રાન્સિસ્કોના મુખ્ય શહેરના ભાગમાં ફર્યા. સાન ફ્રાન્સિસ્કોનો સિટીહોલ જોયો. એક સમય માટે તો જાણે યુરોપિયન દેશમાં ગયા હોય એમ જ લાગ્યું.

IMG_20160430_183436ત્યાંથી અમે BART(Bay Area Rapid Transit) સ્ટેશને પહોચ્યા. ભૂગર્ભ અને ક્યાંક જમીન પર ચાલતી ટ્રેન. (આપણી મેટ્રો ટ્રેન જ જોઈ લ્યો). અહી તમે ટ્રેનમાં સાયકલ લઇ જઈ શકો. દરેક ડબ્બામાં એક ખૂણામાં સાયકલ ઉભી રાખવાની જગ્યા હોય ત્યાં તમે સાયકલ લઈને ઉભા રહી શકો. ટ્રેનનું સ્ટેશન ભોયરામાં હતું એટલે સીડીઓ પર સાયકલ ચડાવી અને ઉતારવી પડે.

IMG_20160430_184043
આ BART નો નકશો છે. તમારે પહેલા એ નક્કી કરવાનું કે ક્યાં જવું છે. અમે સાન ફ્રાન્સિસ્કો હતા અને સાનબ્રુનો જવું હતું એટલે અમારે પીળા રંગની રૂટવાળી ટ્રેનમાં જવું પડે.
o
પછી બાજુમાં ભાવનો ચાર્ટ હોય તેમાંથી ભાવ જોઈ લેવાનો – સાન બ્રુનોના ૩.૯૦$ એકના એટલે અમારા ૭.૮૦$ થાય.
IMG_20160430_184314
હવે તમારે પહેલા ATM કાર્ડ નાખવાનું પછી પૈસા નક્કી કરવાના અને માણસોની સંખ્યા પછી ટીકીટ આવે બહાર.
IMG_20160430_184449
આ ટીકીટ આવા બુથ મુક્યા હોય એમાં નાખો તોજ દરવાજો ખુલે અને તમે અંદર જઈ શકો. એવું જ પાછા નીકળતી વખતે પણ હોય એટલે ટીકીટ સાચવીને રાખવાની.

આ સ્ટેશને બોર્ડ પર આપણી ટ્રેન ક્યારે આવશે એની માહિતી મળ્યા કરે. આવે એટલે અનાઉન્સમેન્ટ થાય.

IMG_20160430_190631
ટ્રેનમાં સાયકલ લઈને ઉભો રહેલો અનુજ.
Untitled
અમે જ્યાં સાયકલ ફેરવી એનો રૂટ. તમે જોઈ શકશો કે અમે દરિયા કિનારે, પાર્કમાંથી, ગામમાંથી પસાર થયા છીએ.

નવો અનુભવ અને નવા પગના દર્દ સાથે અમે ૯ વાગે ઘરે પાછા ફર્યા 🙂 (હાહા) 🙂

 

 

 

 



Leave a Reply