Food, Travel and Observations!

In N out Burger

In N out Burger

in-n-out-burger-inandout_54_990x660_201405312233આ અમેરિકાની ફાસ્ટ-ફૂડની મોટી શ્રુંખલામાની એક છે. ૧૯૪૮ની સાલમાં શરુ થયેલી દુકાન છે જે અત્યારે Lynsi Snyder કરીને એક મહિલા ચલાવે છે જે અમેરિકાની બીજા નંબરની જવાન મહિલા બીલ્યોનર છે.ખાવાના મેનુમાં માત્ર એક જ વસ્તુ- બર્ગર એ પણ ૩ જ પ્રકારના, અને ફ્રેશ ફ્રેંચ-ફ્રાઈઝ અને ઠંડા પીણાં. બહુજ સસ્તું કહી શકાય એ ભાવમાં. (અહી કલાકની ઓછામાં ઓછી કામની કીમત ૮$ છે એટલે ગમે તેટલો ગરીબ માણસ પણ ખાઈ શકે) ઓછા ભાવે વધુ વેપાર એ સાર્થક કરે છે.

in-n-out-menu-board.0
તમે જોઈ શકશો મેનુમાં.અમે ચીઝ બર્ગર લઈએ. અમેરિકામાં એક વસ્તુ અજીબ છે, અહી બધાનું અંગ્રેજી સાવ ખોટું પણ તમે સામેવાળા ને સમજી શકવા અને શકાવા જોઈએ. હું પહેલા દુકાનમાં જઈને એમ કહું કે “વેજ બર્ગર” તો એ લોકો ઈંડા ને વેજ માં ગણે એટલે એ ના ચાલે તો મારે કહેવાનું “વેજ બર્ગર વિથઆઉટ એગ એન્ડ મીટ” તો પણ ના સમજે! પછી અનુજે શીખવ્યું કે કહેવાનું “વેજ બર્ગર એન્ડ નો મીટ, નો એગ”.અહી હવે વિગન (vegan) લોકો વધતા જાય છે. વિગન એટલે કે કોઈપણ જાતની પ્રાણી દ્વારા બનતી વસ્તુઓ ના ખાય ફક્ત વેજ. દૂધ પણ નહિ! એટલે આપણે વેજીટેરીયન ખરા પણ ઈંડા ના ખાઈએ અને વિગન ખરા પણ દૂધ અને તેની બનાવટો ખાઈએ. એટલે કાયમ આપણે એ લોકો માટે કન્ફયુઝ રહેવાના!!

તમારે આ દુકાનમાં આવીને પહેલા ઓર્ડર લખાવાનો: “Hi, how r u? Can i get 2 veg cheese burger with no meat no egg, only vegetables and cheese with grilled onion in it for here,one french fries and one lemonade to drink, medium size. Thank you. ” for here એટલે અહી ખાવા માટે to go એટલે ઘરે લઇ જવા માટે. Lemonade એટલે લીંબુ શરબત. પછી આપણું કાર્ડ આપવાનું એટલે પૈસા ચૂકવાઈ જાય અને એક નંબર આપે અને ફટાફટ કામે લાગે બધા અને ૫ મિનીટમાં બુમ પડે આપણા નંબરની અને લઇ આવાનું. ત્યાં બધા કામ કરતા લોકો જવાન જ હોય અને બહુજ જડપથી કામ કરે. મને એ જોવાની બહુ મજા આવે.આપણી સામે જ ફ્રેંચ-ફ્રાઈઝ તળાય. દરેક બર્ગર બનાવતી વખતે હાથના મોજા બદલે, માંસ અલગથી રાખેલું હોય અને એની તૈયાર પેટી જેવું આવે. અને શાકભાજી અલગ રાખેલા હોય.

IMG_20160409_202956તમારો નંબર આવે ત્યાં સુધી તમે ટમેટોસોસ અને નાના પીળા આથેલા મરચા લઈ શકો. નાની કાગળની વાટકી હોય એમાં ભરવાનું.

 તમારી એક લાલ ટ્રેમાં બર્ગર આવે, તમારે ખાવાનું અને કચરાપેટીમાં જાતે નાખી ટ્રે ઉપર મૂકી દેવાની. IMG_20160409_203253

અમારા બર્ગરમાં ફક્ત ટામેટા,ડુંગળી,ચીઝ, લેટસ (કોબીજ જેવું એક શાક) અને શેકેલી ડુંગળી જ હોય તેમ છતાય બહુ સ્વાદીષ્ટ લાગે.અહીની એક સારી વાત કે વર્ષોથી તે લોકો કાગળમાં જ બધું આપે છે. એકદમ તાજા તેલમાં જ તળે છે. બટાકા પણ તાજા જ વાપરે છે. તમે નીચે વાચી શકો છો.

IMG_20160409_204142IMG_20160409_204602



2 thoughts on “In N out Burger”

Leave a Reply