Food, Travel and Observations!

ત્યારે કરીશું શું? – લિયો ટોલ્સટોય

ત્યારે કરીશું શું? – લિયો ટોલ્સટોય

download

ગુણવંત શાહ ની એકાંત ના આકાશમાં પુસ્તક વાંચતી હતી ત્યારે લેખકે લિયો તોલ્સતોય ની “ત્યારે કરીશું શું?” પુસ્તક વિષે વાત કરી હતી… ત્યારેની મે મારા બુક લીસ્ટમાં નામ લખી રાખેલું હતું… ક્રોસવર્ડ માં જવાનું બન્યું અને આ પુસ્તક લઇ આવી… કીમત માત્ર ૪૦ રૂપિયા… પાના ૭૨.
આ પુસ્તક મૂળે રશીયાનમાં લખાયેલી છે પછી તેનું અંગ્રેજી અનુવાદ થયું અને પછી નરહરિ પરીખે ગુજરાતી અનુવાદ કર્યું છે…
કાકા કાલેલકરએ આ પુસ્તક વિષે કહ્યું છે કે ચોપડી વાચ્યા પછી એશઆરામ અને મોજમજાના દુધમાં પશ્ચાતાપ નો ખરો કાંકરો પડે છે.
વાત છે, લિયો તોલ્સતોય ૧૮૮૧ માં મોસ્કો શહેરમાં રહેવા ગયા ત્યારની છે.તેમને ત્યાની શહેરી ગરીબી જોઇને તાજુબ થયેલો. લોકો પાસે ખાવાનાય પૈસા નહિ, દારૂની લતમાં જકડાયેલા,પૈસો નહિ, કામ નહિ… લિયો આ બધું જોઇને માનવા લાગ્યા કે જ્યાં સુધી મારી પાસે બે વસ્ત્ર છે અને ખાવાનું છે અને બીજા પાસે કઈ જ નથી ત્યાં સુધી એક નિરંતર ચાલી રહેલા પાપમાં હું ભાગીદાર બનું છું..
એટલે એમણે નક્કી કર્યું કે અભાગિયા લોકોની સ્થિતિ સુધારવા માટે યથાશક્તિ કઈક કરવું.. શરૂઆતમાં જ્યાં ગરીબ દેખાય ત્યાં એને પૈસા આપી દેતા. આગળ જતા એનાથી વધુ જરૂરિયાતવાળો ગરીબ દેખાય અને પૈસા આપીને પણ ગરીબોની હાલતમાં કોઈજ ફેર પડતો ના હતો તે નોંધ્યું.. એટલે એમણે મનોમન નક્કી કર્યું અને મોસ્કોના તમામ ધનિક વ્યક્તિઓ ને મળ્યા અને પૈસા એકઠા કરવા માંડ્યા.. અને બીજું કામ ગરીબોને શોધવામાં કે જેમને ખરેખર પૈસાની જરૂરિયાત છે અને જેનાથી કોઈનું જીવન સુધરી શકે.
મોસ્કોમાં એ સમયમાં ચાલી હતી જ્યાં શહેરની હલકી પ્રજાતિના લોકો રહે જેમ કે નાના કારીગર, મોચી,સુથાર,ચમાર.દરજી,મજુરો, માગણો,વૈશ્યાઓ વગેરે.
તેઓ લોકોની નજીક આવવા લાગ્યા, લોકો ને સમજવા લાગ્યા. ત્યારે સમજાયું કે લોકો પાસે કામ છે અને પૈસા મળે છે તો દારૂ જુગારમાં વાપરી નાખે છે.. લોકોનું પેટ એટલું ખરાબ થઇ ગયું છે કે હવે એમને કઈ સારું ખાવાનું જોઈતું જ નથી. લોકો એમના ગામ પાછા જવા માંગતા ન હતા.. લોકો શહેરના આ નર્ક જેવા જીવનથી ટેવાયી ગયા હતા. બહુ લાંબો સમય સુધી જજૂમ્યા પછી એમને જોયું કે પૈસા આપ્યે કોઈનું ભલું થાય એવા માણસો હતા જ નહિ. જેમ તેમ કરીને અમીરો પાસેથી ભેગા થયેલા પૈસા ગરીબોને આપી આખરે એમને બધું કાર્ય સંકેલી વિષાદભર્યા હૃદયે ગામ ચાલ્યા ગયા.
લિયોને શહેરી ગરીબાઈના કારણો, દુર કરવાના ઉપાયો વિષે લખવું હતું. તેમની નિષ્ફળતાનું કારણ તેઓ સમજી શક્ય ન હતા. છેવટે ૩ વર્ષ પછી તેઓ લેખ પૂર્ણ કરી શક્યા.
એમના લેખની અમુક વાતો શબ્દસહ લખી રહી છું:
-સઘળા દુખનું કારણ મારામાં નહિ પણ બહાર રહેલું છે એમ માનીને, દુખના નિવારણ અર્થે બધો વખત હું બાહ્ય સાધનોના વિચારમાં જ મશગુલ રહ્યો.
– મે મારું પોતાનું જીવન સુધારીને મારે વધારે સારું જીવન ગાળવું જોઈએ, ઉલ્ટામાં મે તો તેમાંથી એવો વિચિત્ર સિદ્ધાંત કાઢ્યો કે હું પોતે વધારે સારી રીતે જીવી શકું એટલા ખાતર મારે બીજાઓના જીવન સુધારવા જોઈએ,એટલે મે બીજાઓના જીવન સુધારવાનું કામ આરંભ્યું.
– સર્વ ધનનું મૂળ તો ગામડામાં છે, સાચું ધન તો ત્યાં જ મળી શકે – ખેતરો, જંગલો, વગેરે
– ગામડાના લોકો શહેરની પ્રમાણમાં ઓછી મહેનતની કામની અને મોજશોખથી તે શહેર ભણી આકર્ષાય છે. શહેરમાં ઓછી મહેનત કરવી પડશે, સારું ખાવાનું મળશે, દિવસમાં ૩ વાર ચા પીવા મળશે, દારૂનો પણ તેસ લગાવવા મળશે અને સ્વછંદી જિંદગી ગુજારવા મળશે, એટલા ખાતર લોકો શહેરમાં જાય છે.
– ગામડામાં શ્રીમંત પોતાનું ઘરે ગમે તેટલું શણગારે,પણ એ બધું જોઇને અદેખાઈથી બળે એવું ત્યાં કોઈ ના મળે,કારણ કે ગામવાસીઓ આ બાબતોમાં કશું સમજતા નથી જયારે શહેરમાં લોકો એકબીજાથી ચડિયાતા થવા સ્પર્ધામાં વ્યસ્ત હોય. અને મારા જેવા બધા અમીરો શ્રમજીવી લોકોની મજુરી પર તાગડધીન્ના કરી રહ્ય છે..
– હું જોઉં છું કે બીજાઓની મહેનત પર મોજમજા ભોગવાવની આ વ્યવસ્થા એવી સુંદર રીતે કરવામાં આવી છે કે માણસ જેમ વધુ કારસ્તાની બનતો જાય તેમ બીજાની મહેનતનો લાભ વધારે લઇ શકે ને તેટલા જ પ્રમાણમાં પોતાની જાતને મહેનત મજૂરીમાંથી બચાવી શકે.
હું (અમીર વર્ગ) તો અત્યારે એક માણસની ખાંધ પર ચડી બેઠો છું ,એને ગૂંગળાવી રહ્યો છું, તેને કહું છું મને ઉચકીને ચાલ; અને એના પરથી ઉતર્યા વગર મારી જાતને અને બીજાઓને ખાતરી આપું છું કે મને એ બિચારાને માટે અત્યંત લાગણી થાય છે, અને માત્રા એની ખાંધ ઉપરથી નીચે 
ઉતર્યા સિવાય બીજા કોઈ પણ ઉપાયે એનું દુખ ઓછુ કરવા હું તૈયાર છું.
મારે જો બીજાને મદદ કરવી હોય તો જે દુખો મટાડવાનો વિચાર હું રાખું છું, તે દુખો દેવાનું પ્રથમ તો મારે બંધ કરવું જોઈએ.
– ચાયનીસ સિદ્ધાંત: “દુનિયામાં એક પણ માણસ આળસુ રહીને ખાય તો બીજા એકને તેને બદલે ભૂખે મરવું પડે છે.”
– હું દરરોજ ખમીસ બદલવાને બદલે અઠવાડિયે બદલું અને મારી સિગારેટ જાતે બનવું તો કોઈક ધોબણ અને સિગારેટ વાળનાર ને એટલી મહેનત ઓછી કરવી પડે, અને જે ખર્ચ બચે તે હું એજ ધોબણ અને સિગારેટ વળનાર ને આપું તો એને ગજા ઉપરાંત કામ ના કરવું પડે અને એટલો સમય આરામ કરી કૈક ખાઈ શકે.
– “મારે શું કરવું?” એ સવાલ નો પહેલો નિઃશંક ઉત્તર મળ્યો કે “પહેલા મારા પોતાના બધા કામ – મારું રાંધવાનું,મારું પાણી ભરવાનું, મારા કપડા ધોવાનું , જે બની શકે તે જાતે કરવું”
– મે જોયું કે શરીરને હું જેમ જેમ વધારે શ્રમ આપતો ગયો તેમ તેમ મારી બધી આડપંપાળ છૂટી અને મારી શારીરિક અને માનસિક કામ કરવાની શક્તિ ઊલટાની વધી.
– ધીમે ધીમે શ્રમ કરતો થયો તેમ હવે મીઠાઈ અને ચરબીવાળા ખોરાક કરતા સાદા ખોરાક તરફ આકર્ષાયો. મારી જરૂરિયાતો ઓછી થઇ ગઈ.
— — સમાપ્ત


Leave a Reply