Food, Travel and Observations!

Guadalupe(ગ્વાડાલુપે) River Trail

IMG_20160402_112921

ગ્વાડાલુપે નદી ૨૩ કિમી (૧૪ માંઈલ) લાંબી કલિફોર્નિયાની નદી છે. સાન્તાક્રુઝ નામના શહેરના પર્વતોમાંથી નીકળીને સાનફ્રાનસિસ્કોમાં દરિયાને મળી જાય છે. આમાંથી ૧૮ કિમી (૧૧ માંઈલ) નદીની પાસે ટ્રેલ બનાવવામાં આવી છે. આ શનિવારે (૦૨/૦૪/૨૦૧૬) અમે આ ટ્રેલ પર સાયકલ( બાઈક) ચલાવવા ગયા હતા.

ટ્રેલની શરૂઆતમાં લોખંડનું વિશાળ હાથીનું (mammoth) પુતળું હતું. ૨૦૦૫ ની સાલમાં એક કારીગરને વિશાળ હાથીનું હાડપિંજર મળી આવ્યું હતું જે ૧૨,૫૦૦ વર્ષ જુનું હતું. એમ માનવામાં આવે છે કે અહી વર્ષો પહેલા વિશાળ હાથીનું અસ્તિત્વ હતું.

IMG_20160402_113554
હમણાં વરસાદ પડવાને કારણે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે અને એક બાજુ નદી વહેતી જાય.

તમારે ટ્રેલ પર  રહેવું હોય તો ડાબી બાજુ ના રસ્તે રેહવાનું જે એક ગરનાળા માંથી પસાર થાય અને જમણી બાજુ રસ્તા પર રહો તો ટ્રેલ ની બહાર નીકળી જવાય મેન રોડ પર.

એક તરફ વિશાળ મેદાન આવ્યું હતું જેની સામે સફેદ રંગની જે બિલ્ડીંગ દેખાય એ સેમસંગ કંપનીની છે. ત્યાં ગણી બધી ખીસકોલીઓ રમતી હતી.

IMG_20160402_115305મારી ગમતી વસ્તુ: પતિ પત્ની એમના બાળકને લઈને ચાલવા નીકળ્યા હતા.બાળકને જોઈતો બધો સામાન લઈને બાળકને પાછળ બાંધીને ચાલવા નીકળ્યા હતા. (અહી અમેરિકામાં મે ભાગ્યેજ કોઈને એમનું બાળક તેડતા જોયું છે, પાછળ કે આગળ બાંધેલું હોય અથવા સ્ટોલર (ગરગડી વાડી ગાડી)માં બેસેલું હોય. )

ટ્રેલ પરથી ઘરે આવવાના રસ્તે લેવી’સ નું સ્ટેડીયમ આવે છે. ઓવરબ્રિજ પરથી ચડતી વખતે નીચેથી આવી રહેલી ટ્રેન અને સ્ટેડીયમની બહાર soccer (સોકર- આપણે જેને ફૂટબોલ કહીએ એને અહી સોકર કહે!! )

Untitledઅમે જે રૂટ પર ગયા હતા એ. ( ૨૫ કિમી )

IMG_20160402_113329અમે 🙂

 



Leave a Reply