Food, Travel and Observations!

Michaels (માઈકલ્સ)

Michaels (માઈકલ્સ)

michaels craft store

અમેરિકામાં માઈકલ્સ નામનાં સ્ટોર(દુકાન) ની મોટી શ્રુંખલા છે. આ સ્ટોરમાં દુનિયા ભરની આર્ટ અને ક્રાફ્ટની વસ્તુઓ મળે. હું જયારે અમેરિકામાં નવી નવી આવેલી ત્યાંરે મને એટલી જ ખબર હતી કે અહી મોટા મોટા મોલ હોય. પણ અનુજ જાણતો હતો કે મને ચિત્ર,ક્રાફ્ટ બહુ ગમે એટલે મને આવ્યા ને થોડા દિવસમાંજ માઈકલ્સમાં લઇ ગયો હતો. દુકાન જોઇને હું પાગલ થઇ ગઈ હતી. અક્કલ કામ ના કરે એવી બધી વસ્તુઓ!! દરેક જાતના કાગળ, રંગો, ઉન, કેક બનાવાના સાધનો ને ઢગલાબંધ બીજો સામાન.!!

હું મહીને એક વાર ૪-૫ કલાક આ સ્ટોરમાં જાઉં. હદ પાર વગરનો આનંદ મળે. કોઈક વખત તો કઈજ ખરીધું નહિ બસ ૪-૫ કલાક ફરું.. અહીના નવા નવા આર્ટ વિષે વાચું(દરેક આર્ટ ની પુસ્તકો પણ વેચાય છે અહી) બધું નોંધુ અને ઘરે જઈને યુટ્યુબ પર જોઇને શીખું. મને ખુબ મજા આવે આમ શીખવાની.

કોઈ પણ કળાને સરળતાથી સમજી શકાય,શીખી શકાય અને કરી શકાય એના માટેના બહુજ સરસ સાધનો રાખવામાં આવેલા હોય. દા.ત. તમારે કોઈ ૭x૭ ઇંચ નું કાગળ ૪x૫ ઇંચમાં કાપવું હોય તો આપણે પહેલા માપ લઈએ,દોરીએ પછી કાતરથી કાપીએ અને એમાય બરાબર કપાયું તો ઠીક નહીતો બીજું કાગળ!! બરાબર? અહી કાગળ કાપવાનું સાધન મળે. (paper trimmer) image

આમાં તમારે જે માપનું કાગળ જોઈતું હોય એમ એને ગોઠવીને કેસરી રંગના ડટટા ને ઉપર થી નીચે કરો એટલે કપાઈ જાય!! વાહ.. શરૂઆતમાં તો હું આ બધું સમજી ને પછી ધીમે ધીમે એનો ઉપયોગ કરતી થઇ.

આ સ્ટોરમાં અલગ અલગ કલાસીસ પણ થાય. હું દર મહીને એક ક્લાસ કરું અહી. કેક ડેકોરેશન, કાર્ડ મેકિંગ  કર્યા છે મે. ગઈ કાલે ઉનથી ગુંથણ કરીએ ને એના ક્લાસમાં ગઈ હતી.(૨૧/૦૩/૨૦૧૬)IMG_8141

(Crochet Class) મને અહીના લોકો સાથે વાતો કરવી ગમે, એમના વિષે જાણવામાં બહુ રસ પડે.

કાલે મને જેમણે શીખવાડ્યું એટલે કે મારા ટીચર એમનું નામ હતું નત્સુમી કોન્ડો. બહુજ સુંદર જાપાનીસ છોકરી હતી. મારા જેટલી જ, મારી જેમ જ H4 વીસા પર. બીજા મારી સાથે શીખવાવાળા બેન હતા ઝીનત, ભારતીય હતા. નત્સુમીને ભારતની સંસ્કૃતિ વિષે અમે બહુ વાતો કરી. અને એણે મને જાપાનીસ સંસ્કૃતિ વિષે. જાપાનના લોકો બહુજ મહેનતુ હોય, નત્સુમી ત્યાં સવારના ૮ થી રાતના ૧૨ વાગ્યા સુધી કામ કરતી હતી કંપની માં. ત્યાં બધુજ ભણતર જાપાનીસ માં જ થાય. ભારત સિવાય દરેક દેશમાં એમની રાષ્ટ્ર ભાષામાં જ ભણાવાય છે કદાચ. કેમ કે મને જે કોઈ મળે છે કાયમ એક જ સવાલ કરે કે “From where did you learn English?”. મે એમને આપણી શિક્ષણ વ્યવસ્થા સમજાવી. એને ગમી. મે એને સમજાવ્યું કે ભારતના દરેક રાજ્યની ભાષા,પહેરવેશ, ખોરાક બધુજ અલગ છે. મે એને ભાષાઓ વિષે કહ્યું.
અમે એકબીજાના જીવનની વાતો, શોખ એકબીજા ને કહ્યા. અમે દરેક ભાષાની વાત કરતા હતા ત્યાં વાંચવાના શોખની વાતો થઇ અને મને એક જોરદાર વસ્તુ જાણવા મળી. આપણને એ તો ખબર જ છેકે ઉર્દુ ભાષામાં કાગળની જમણી બાજુથી ડાબી બાજુ લખાય.પણ જાપાનીઝમાં ઉપરથી નીચે અને પુસ્તક પાછળ થી આગળ વંચાય. મે ફોટો પણ પાડ્યો જેથી હું સમજાવી શકું.

તમે જોઈ શકશો કે મે ચોપડી ઉંધી પકડી છે. છેક છેલ્લું પેજ છે જેના પર ચોપડીનું ટાયટલ છે. અને ચોપડી ખોલો એટલે જમણી થી ડાબી બાજુ ઉપરથી નીચે લખેલું છે. પેજ નંબર ખાસ જુઓ!!!!

IMG_20160323_120454

મારું નામ જાપાનીઝમાં. અને મે નાત્સુમીને એનું નામ ગુજરાતી અને હિન્દીમાં લખીને સમજાવ્યું હતું.2 thoughts on “Michaels (માઈકલ્સ)”

Leave a Reply