Food, Travel and Observations!

અમેરિકામાં ટ્રેલ(Bay Trail)

800px-San_Francisco_Bay_Trail_in_Hayward_Regional_Shoreline

અમેરિકામાં દરેક જગ્યાએ ટ્રેલ જોવા મળે. ટ્રેલ એટલે 3 ફૂટનો કાચો પાકો રસ્તો જેના પર તમે ચાલી,દોડી શકો અને બાઇક(સાયકલ) ચલાવી શકો. મોટા ભાગે જ્યાં જંગલ, પાર્ક, પાણી નો વિસ્તાર હોય ત્યાં ટ્રેલ હોય જ.
અહીં તમે ગમે ત્યારે ટ્રેલ પર જાઓ એટલે માણસો હોય જ! બપોરે 3 વાગે પણ દોડતા મળે..
અમારા ઘરની નજીક એક ટ્રેલ જાય છે. નામ છે બે ટ્રેલ (Bay Trail).550 કીમી લાંબી. તમે નકશામાં જોઈ શકશો.

page1-463px-San_Francisco_Bay_Trail_Map.pdf

મે અને અનુજે એક ટેવ રાખી છે કે શનિ-રવિ હોય ત્યારે ટ્રેલ પર સાયકલ ચલાવા અવશ્ય જવું. વરસાદ હોય કે તાપ! અમે મોટેભાગે દર વખતે નવો રસ્તો લઈએ અને ૨૦-૨૫ કિમી સાયકલ ચલાવીએ. આ વખતે(૨૦/૦૩/૨૦૧૬) અમે અમારા ઘરથી ૨૦ કિમી દુર શોરલાઈન પાર્ક આવેલો છે ત્યાં સુધી ગયા હતા. બહુજ સરસ વાતાવરણ હતું.

IMG_20160320_121951IMG_20160320_122004IMG_20160320_122434IMG_20160320_122552

ભરપુર વાદળો ઘેરાયા હતા અને દુર પર્વત ઉપર વરસાદ પડતો હતો એ જોવા મળેલું 🙂 અને વરસાદમાં અમે પલળ્યા પણ હતા.!

અમે ફર્યા હતા એ રૂટ.

Untitled



2 thoughts on “અમેરિકામાં ટ્રેલ(Bay Trail)”

Leave a Reply