Food, Travel and Observations!

સુવિચાર

કોઈ પણ જરૂરિયાત આપણા સિદ્ધાંત કે આપણી ઈમાનદારી થી મોટી હોઈ શકે જ નહીં..!

અધીરો છે ઈશ્વર તને બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયો માંગવા માટે ?
– અનિલ ચાવડા

ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો,
પણ જરા ધીરજ ધરો જળના બરફ થાવા સુધી.
– અનીલ ચાવડા

દરિયાના મોજા કંઈ,
રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ??
એમ પૂછીને થાય નહિ પ્રેમ :):)

ઊંડે ઊંડે ગજબ ગગન છે,
પાંખ વિના ઉડાય ભીતર છે…

ઉત્સવોની હું રાહ જોતો નથી, તું મળે છે એટલે તહેવાર છે!’

પગલું મારુ પાકું હોજો, ધીરુ છો મંડાય,
ડગલે ડગલે દિશા સૂઝે ને મારગ ના છાંડાય..    -દાંડી યાત્રા દિવસ 🙂 (12/03/2016)

કઈ અજણાતી લ્હેર મને વહાલ કરી ગઈ,
હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ…

આપણે તો એટલામાં રાજી,
આખાય જંગલમાં રોજ રોજ ફૂટે છે,
ક્યાંક એક કુંપણ તો તાજી…

મારા પાલવનો સેડલો મેલ, છોગાળા ઓ છેલ, કે મન મારું ધડકે સે..
કે હું મોરલો ને તું તો મારી ઢેલ, હું છોડવો તું વેલ, કે મન મારું ધડકે સે….

બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે…
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે..

આંખોમાં બેઠેેલા ચાતક કહે છે મારુ ચોમાસું ક્યાંક આસપાસ છે,
ગાલો પર લજ્જા ની લાલી ફુટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે. 🙂

છે સરળ પણ તોય ક્યાં સમજાય છે?
ફુલ ઉઘડે, મઘમઘે, કરમાય છે..

મોતની તાકાત શી મારી શકે? જિંદગી તારો ઈશારો જોઈએ;
જેટલે ઉંચે જવું હો માનવી, તેટલા ઉન્નત વિચારો જોઈએ…

હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;
શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે.

વિકસવાની પ્રક્રિયા અટકી ગઈ
ચાલો, ડાળ પરથી ખરી જોઈએ..

શબ્દ કેરી પ્યાલીમાં સુર ની સુરા પીને લ્યો અમે તો આ ચાલ્યા,
મસ્ત બે ખયાલીમાં લાગણી આલાપીને લ્યો અમે તો આ ચાલ્યા..

મારી માતૃભાષાંની મીઠાશ તો જુઓ,
મારી માતૃભાષાની મીઠાશ તો જુઓ,
અમે ખારા નમક ને પણ ‘મીઠું’ કહીએ છીએ..
માતૃભાષા દિવસ ની શુભેચ્છાઓ.. 21/2/2016

મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે,
ભૂંસાવા ક્યાં દીધો કક્કો, હજુ પાટીમાં રાખ્યો છે,
મલક કઈ કેટલાય ખૂંદયા, બધાની ધૂળ ચોંટી પણ
હજુય મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.. વિશ્વ માતૃભાષા દિવસની શુભેચ્છાઓ..

પાનખરની વાત ફૂલોને નથી સંભળાવવી,
આટલું કરજે કવિ, બસ આટલું કરજે કવિ.

કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,
એય ઈચ્છા છે, હવે એ પણ ન હો..

જય થશે એ જાણું નહિ, ભય નથી એ જાણું;
સંકટોના સામને મારે બસ છે એક આ ગાણું.

મારાં નસીબ સારાં નહોતા હું કેમ માનુ?
પોઢયો હું રાત લઈને જાગ્યો પ્રભાત લઈને !!

હારે હારી ગયો તે જ ખરો હારી ગયો,
લડતો રહે સદાય તેની હારે જીત છે…

ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઉગી જવાના !!

છાંયડાની શું ખબર આકાશ ઊંચા તાડને,
એ વિષે તું પૂછ જઈને લીમડાના ઝાડને !

રાત દિવસનો રસ્તો વાલમ નહિ તો ખૂટશે કેમ?
તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ !!

આવાન જાવનનો એવો મહિમા થઇ ગયો…
કે પગલુછણીયાને પગની પાની સાથે પ્રેમ થઇ ગયો…

એક કિસ્સો સરસ મજાનો છે,બે વ્યક્તિ સુખી થયાનો છે..
તારું પલડું નમ્યાનો તને, મને આનંદ ઉંચે ગયાનો છે…

આંગણે આવી
ચકલીએ પુછયુ
આ બારણુ પાછુ
ઝાડ ના થાય…..???

બસ એટલી સમજ મને પરવરદિગાર દે ,
સુખ જયારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે….

પાચીકાના હોય, હોય નહિ સંતના ઢગલા,
સંત બધાને મુક્તિ વહેચે, નહિ વાઘા નહિ ડગલા,
જેના કાળ સાચવે પગલા
એને નહિ કોઈ હરી , નહિ કોઈ સગલા ,
પાચીકા ના હોય, હોય નહિ સંતના ઢગલા

 

 

 Leave a Reply